મારા પતિનો કાર અકસ્માત નથી થયો તેમની હત્યા કરાઈ છે
- વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલ આનંદ સ્નેક્સબારની માલિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો : ઘર પાસે વ્યાજખોરોના ગુંડાઓ અડ્ડો જમાવીને બેસે છે : પરિવારને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા ગૃહમંત્રી પાસે મદદ માગી
રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ધનરજની કોમ્પલેક્ષમાં આવેલ જાણીતા આનંદ સ્નેક્સબારના માલીક માતા-પુત્ર વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયા બાદ વ્યાજખોરો અને તેના ગુંડાઓની ધમકીથી કંટાળી આનંદ સ્નેક્સબારને તાળા મારી ભુગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે આનંદ સ્નેક્સ બારના માલીકે સોશિયલ મીડિયામાં બે વીડિયો વાયરલ કર્યા છે. જેમાં વર્ષો પહેલા પોતાના પતિનો કાર અકસ્માત નથી થયો પરંતુ તેમની હત્યા કરાઈ છે તેવો આક્ષેપ કર્યો હતો અને ગૃહમંત્રીને સંબોધીને વાયરલ કરેલા વીડિયોમાં પરિવારને વ્યાજખોરોની ચુંગલમાંથી છોડાવવા માંગણી કરાઈ છે.
રાજકોટના યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પલેક્ષમાં આવેલ આનંદ સ્નેક્સબારને બે દિવસ પહેલા તાળામારી માલીક રેખાબેન કોટક અનેતેનો પુત્ર ભાર્ગવ કોટક ભુગર્ભમાં ઉતરી ગયા હતા બાદમાં ગઈકાલે પોલીસ કમિશનરને લેખીતમાં રજૂઆત કરી વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ હોવાની અને તેમના ત્રાસમાંથી છોડાવવા અને વ્યાજખોરો સામે પગલા લેવા માંગણી કરવામાં આવી હતી.
આનંદ સ્નેક્સબારના માલીક રેખાબેન કોટકે આજે સોશિયલ મીડિયામાં બે વીડિયો વાયરલ કર્યા છે. જેમાં પોતાના પતિનું કાર અકસ્માતમાં નિધન નથી થયું તેમને મારી નાખવામાં આવ્યા છે. તેવો આક્ષેપ કર્યો હતો અને મને અને મારા દિકરાને વ્યાજખોરોના ત્રાસમાંથી છોડાવો હુ બધુ મુકીને આવી ગઈ છું મારા ઘર પાસેના આજુબાજુના સીસીટીવી ચેક કરાવો વ્યાજખોરો અને તેમના ગુંડાઓ રાત્રીના અઢી .. અઢી વાગ્યા સુધી અડો જમાવીને બેસે છે ચાર દિવસ પહેલા ચાર મુસ્લિમ શખ્સો પુત્ર ભાર્ગવને 12 હજારના વ્યાજ માટે ઉપાડી જવાની ધમકી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને બનાવવામાં આવેલા આ વીડિયોમાં વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ હોય પુત્ર ભાર્ગવનો જીવ બચાવવા અમે બધુ મુકીને નિકળી ગયા હોવાનું જણાવ્યું છે. અંતમાં પુત્ર ભાર્ગવને કઈ થયું તો હું બધા વ્યાજખોરોના નામ આપી દઈશ અને બધા વ્યાજખોરોને બરબાદ કરી નાખીશ. હું પુત્રને બચાવવા દિલ્હી કોર્ટ સુધી પહોંચીશ.
વ્યાજખોરો મહિનાનું વ્યાજ કહી તગડુ ડેઈલી વ્યાજ વસુલતા’તા
યાજ્ઞિક રોડ ઉપર આવેલ આનંદ સ્નેક્સબારના માલીક રેખાબેન કોટકે ગઈકાલે પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વ્યાજખોર પુષ્પરાજભાઈને અગાઉ પાંચ લાખના 40 લાખ ચુકવ્યા અને વૈશાલીનગરનું મકાન વેચવું પડયું વ્યાજખોર મુકેશ સિંધવે મને બરબાદ કરી નાખી એક લાખનું રોજનું પાંચ હજાર વ્યાજ વસુલતો હતો અને સવારે 11 વાગ્યે વ્યાજ પહોંચાડી દેવાનું નહીંતર ગુડાઓ ઘરે આવી ધાક ધમકી આપતા મારુ બધુ સોનું, મકાન અને દુકાન વ્યાજવાળા લઈ ગયા સમાધાન કર્યુ છતાં ચેક નાખી હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જયદિપ ટાંકે દોઢ લાખનું વ્યાજ ચુકવવામાં મોડુ થતાં ચાર ગુંડાઓને ઘરે મોકલી પુત્રને ઉપાડી જવાની ધમકી આપી જ્યારે ન્યુઝ વાળાએ પણ 70 લાખનું વ્યાજ વસુલવા રોજના 70-70 ફોન કરી હેરાન કરતા હોવાનું અને 50 હજાર મોકલો નહીંતર તારા દિકરાને ઉપાડી જઈશ તેવી ધમકી આપતા હોવાનું પણ જણાવ્યું છે.