મારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાત
જૂનાગઢમાં રહેતી ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આપઘાત પૂર્વ યુવતીએ વીડિયો બનાવ્યો હતો. જેમાં તણે પરિવારને સંબોધીને કરેલી વાત સાંભળી કુંટુબ આખો શોકમગ્ન બની ગયા હતા આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં તેણે પોતાના પિતાએ તેને બદનામ કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
જૂનાગઢમાં લક્ષ્મી વેગડા નામની 20વર્ષની યુવતીએ ઘરમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવતીની માતાએ હૈયાફાટ રૂૂદન કર્યું હતું.
જુનાગઢમાં 20 વર્ષીય લક્ષ્મી વેગડા પ્રાઇવેટ જોબ કરતી હતી અને પરિવારમાં માતા-પિતા અને ભાઈ સાથે રહેતી હતી. ત્યારે આ લક્ષ્મી વેગડાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તેણે મરતા પહેલા જિંદગીનો છેલ્લો વીડિયો બનાવ્યો હતો. જેમાં ભીની આંખે જણાવ્યું કે, મમ્મી તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે, મને નાના-નાની, મમ્મી પપ્પા ખૂબ સારા મળ્યા છે પરંતુ હું જાઉં છું કારણ કે હું અંદરો અંદર જ ઘૂંટાવ છું હું આ પગલું મારી જાતે ભરું છું.
ભલભલાનું કાળજું કંપી જાય તેવો જિંદગીનો છેલ્લો વીડિયો બનાવી યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું.20 વર્ષીય લક્ષ્મી વેગડાએ વીડિયો બનાવી જણાવ્યું કે, મમ્મી તને પણ ખબર છે મારે ઘણા પ્રોબ્લેમ છે હું મારા પગ પર ક્યારેય ઊભી થઈ શકી નહીં, આવી રીતે ક્યાંક મને કોઈ પાત્ર મળી ગયું તો મારે પણ તારી જેમ હેરાન થવું પડશે. એટલે હું અત્યારે આવી રીતે પગલું ભરૂૂ છું, જેથી આખી જિંદગી મારે કોઈ ઉપાદી જ નહીં. હું દુ:ખ નહીં જોઈ શકું, હું અત્યારે પણ નથી જોઈ શકતી. હું બધામાં કેટલી નબળી પડું છું. મને ક્યારેક ક્યારેક ડર લાગે છે, કે શું થશે મારું ?વધુમાં જણાવ્યું કે, મમ્મી તું ભાવિન ભેગી રહેજે અને ભાવિન તું મમ્મીનું સારી રીતે ધ્યાન રાખજે, મમ્મી તારા માટે જ જીવે છે. આપણે બંને એ કેટલું બધું કર્યું તે તને ખબર જ છે.
રામભાઈ કેવા સારા છે તે તને બેન સમજે છે તેણે કેટલો સાથ દીધો છે એટલો સાથ કોઈએ દીધો નથી. આપણું ઘર બાંધવા માટે આપણને કેટલા સમજાવ્યાં, રામભાઈ સારા છે એટલે મમ્મી તું દુ:ખી ન થતી. હું જે કરું છું એ મારા માટે કરું છું. કાલ સવારે તમને કોઈ હેરાન ન કરે, હું ઘણી નબળી છું મને ખુદને એમ થાય છે કે હું આગળ ભણી નથી શકવાની, હું ખોટી હેરાન થાય માટે હું આ બધું કરું છું.વધુમાં જણાવ્યું કે, ભાવિન તમે મમ્મીને સારી રીતે સાચવજો એ તમારો સહારો છે, એ નહીંતર મારા ગયા પછી તૂટી જશે. ભાવિન તું મારો ભાઈ છો સમજુ છો. તમારે બે માટે અમે કેટલું કર્યું અને મને નાના-નાની, મમ્મી-પપ્પા પણ સારા મળ્યા પણ મારો બાપ મને વગોવામાં જ છે, એટલે આ જિંદગીથી મને કંટાળો આવે છે એટલે હું આ બધું કરું છું.
પોતાની દીકરીએ આત્મહત્યા કર્યાની જાણ થતા પરિવાર તેમજ આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લક્ષ્મી વેગડાનો મૃતદેહ નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.