કોર્પોરેશનના 29 સેનેટરી ઈન્સ્પેક્ટરો અને પર્યાવરણ ઇજનેરની પરસ્પર બદલી
સફાઈ કામગીરીને અગ્રતા આપી કમિશનરે વોર્ડ વાઈઝ બદલીનો પ્રથમ ઘાણવો કાઢ્યો
મહાનગરપાલિકાને નવા કમિશનર તુષાર સુમેરાએ વિભાગીય કામગીરી અંગે મહિતી એકત્ર કરી અધિકારીઓ સાથે મીટીંગ યોજ્યા બાદ એક સ્થળે ઘણા સમયથી ચીપકેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવાનો નિર્ણય લઈ આજે સફાઈને અગ્રતા આપી પર્યાવરણ વિભાગના એક સાથે 29 મદદનીશ ઈજનેર સેનીટેશન ઓફિસર અને સેનિટર ઈન્સ્પેક્ટર સબ ઈન્સ્પેક્ટર સહિતનાની અરસ-પરસ બદલીના હુકમ જારી કર્યા હતાં.
મ્યુનિસિપલ કમિશનરે સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા વાઘેલા જીગ્નેશભાઈ ગોવિંદભાઈ મદદનીશ પર્યાવરણ ઈજનેર, વ્યાસ મૌલેશકુમાર વી. સેનિટેશન ઓફિસર, ગોહિલ હરેશભાઈ એન. સેનેટરી ઈન્સ્પેક્ટર, જોષી પરેશ કુમાર પી. સેનેેટરી ઈન્સ્પેક્ટર, ક્રિસ્ટી પ્રિમરોઝ કાંતિલાલ સેનેટરી ઈન્સ્પેક્ટર, પરમાર કિરીટ સેનેટરી ઈન્સ્પેક્ટર, ટાંક ભરતભાઈ સેનેટરી ઈન્સ્પેક્ટર, પ્રજાપતિધીરૂભાઈ બી સેનેટરી ઈન્સ્પેક્ટર, નરવન દુષ્યંત સેનેટરી ઈન્સ્પેક્ટર, લખતરિયા ચેતન એમ. સેનેટરી ઈન્સ્પેક્ટર, ડાભી વિજયભાઈ જી. સેનેટરી ઈન્સ્પેક્ટર, પાડલિયા નિરવ દિપકકુમાર સેનેટરી ઈન્સ્પેક્ટર, દરજી વિનોદ જયંતિભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, બાલા મનસુખ વાલજીભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, હેરભા વિજય જશાભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, લખતરિયા હોમિન એન. સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, બારોટ ભારદ્વાજ મહેશભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, કરમટા પરેશ કુમાર સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, પટેલ જયંત કુમાર ભગુભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, તેરૈયા કેયુર હર્ષદભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, મકવાણા મયુરભાઈ ભરતભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, ચૌહાણ જય રમેશભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, ખુંટ વિમલકુમાર ધીરજલાલ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, ગાંગાણી મહેશભાઈ પી. સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, વ્યાસ પ્રશાંતભાઈ આર. સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, રાઠોડ કીરીટસિંહ જે. સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, રાઠોડ મયુરભાઈ મુળજીભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, નિનામા યોગેશકુમાર ભલાભાઈ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, રાણાવસિયા પ્રતિક મગનલાલ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર સહિતના 29 અધિકારીઓ અને કર્મચારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.