આતંકવાદના વિરોધમાં મુસ્લિમ બહેનોની ફીટકાર રેલી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધુધ ગોળીબાર કરીને 27 નિર્દોષ વ્યકિતઓને સહિદ કરી દીધા તે આંતકવાદના વિરોધમાં શુક્રવાર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની મસ્જીદો, દરગાહોમાં સહિદ થયેલાઓ માટે ખીરાજે અકિદત પેશ કરી આંતકવાદ આપણા દેશમાંથી જળમુળમાંથી નાબૂદ થાય તેવી દુઆ એ ખેર કરવામાં આવી હતી.
આ પછી શુક્રવારે સાંજે આંતકવાદના વિરોધમાં બુરખાધારી મુસ્લીમ બહેનોની એક રોષપૂર્ણ ફીટકાર રેલી નીકળી હતી અને કેન્ડલ માર્ચ સાથે દિવંગતોને શ્રધ્ધાંજલી, ખીરાજે અદિત પેશ કરી હતી.
આ પ્રસંગે મુસ્લીમ અગ્રણી સર્વશ્રી હબીબભાઈ ગનીબાપુ કટારીયા, ફારૂૂકભાઈ બાવાણી, રજીયાબેન મેમણ, ઈરમબેન કટારીયા, યુસુફભાઈ કટારીયા વિગેરેએ આ આંતકવાદી ઘટના રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પરનો પ્રહાર છે તે કોઈ કાળે ચલાવી શકાય નહિ. તેનો જળમુળમાંથી નેશનાબુદ કરવા માંગણી કરી હતી.
આ કાર્યને સફળ બનાવવા હબીબભાઈ ગનીબાપુ કટારીયાના માર્ગદર્શન હેઠળ ફારૂૂકભાઈ બાવાણી, યુસુફભાઈ સોપારીવાલા, ઈબ્રાહીમભાઈ મેમણ, હાજી અવેશભાઈ કામદાર, ફારૂૂકભાઈ કટારીયા, ઓસુભાઈ મોટાણી, ઈરફાનભાઈ મેણુ, આસીફભાઈ ખોખર, સાહિદભાઈ દલ, અજીતભાઈ શેખ, યુસુફભાઈ કટારીયા, અબ્દુલ ગનીભાઈ ચૌહાણ, હનીફભાઈ જુનાગઢી, સીદીકભાઈ ચૌહાણ, અમીનભાઈ મીરા, અવેશભાઈ કામદાર, નરેશભાઈ મકવાણા, અવનીશભાઈ ગોંડલીયા, અલ્તાફભાઈ કટારીયા, સકીલભાઈ કટારીયા, તથા બહેનોમાં રજીયાબેન મેમણ, ઈરમબેન કટારીયા, ફાતમાબેન, હલીમાબેન, જરીનાબેન, જેબુનબેન માંકડા, જકુબેન દલવાણી, લીલાબેન ચાવડા, વાસ્મીબેન સોલંકી, ડીમ્પલબેન ચાવડા, ભારતીબેન ચાવડા, જમીલાબેન દલવાણી, કુલસમબેન કટારીયા, રોજીનાબેન કટારીયા, પરવીનબેન બેલીમ, નસીતબેન કટારીયા, રજીયાબેન કટારીયા, બીલ્કીસબેન કટારીયા વિગેરેએ આ આંતકવાદ વિરોધના કાર્યક્રમને સફળતા બક્ષી હતી. તેમ નવાજભાઈ સમા તથા હબીબભાઈ ગનીબાપુ કટારીયાની સંયુકત યાદીમાં જણાવેલ છે.