For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકાના ગોમતી ઘાટે મહિલાઓ માટે ક્લોથ ચેન્જિંગ રૂમ મૂકતી પાલિકા

12:01 PM Aug 05, 2024 IST | admin
દ્વારકાના ગોમતી ઘાટે મહિલાઓ માટે ક્લોથ ચેન્જિંગ રૂમ મૂકતી પાલિકા

દ્વારકામાં ગોમતીઘાટ ઉપર થોડા વર્ષો થયા મહિલાઓ માટે કપડાં ચેન્જિંગ રૂૂમ ન હોવાથી અવારનવાર ફરિયાદો તેમજ મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા હોય ત્યારે નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવી હરિદ્વાર ખાતે ઘાટ ઉપર આવેલા એવા જ સ્ટીલના ચેન્જિંગ રૂૂમ બનાવી ઘાટ ઉપર મૂકવામાં આવેલ આ પ્રશ્નો વર્ષો થયા જૂનો હોય તે પ્રશ્ન હાલ સોલ થઈ ગયો છે કારણ કે દ્વારકામાં દરરોજ દેશ વિદેશથી હજારો યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય ત્યારે ગોમતી સ્નાન જરૂૂર કરતા હોય છે. તેઓ માટે સ્નાન કર્યા બાદ કપડા બદલવાની પુરતી વ્યવસ્થા ન હોવાથી હવેથી મહિલાઓ માટે જુના ગોમતી ધાટ ઉપર ત્રણ તેમજ નવા ગોમતી ધાટ ઉપર પાંચ કુલ આઠ કપડા ચેન્જ માટે રૂૂમની વ્યવસ્થા થતા આ પાલીકાની કામગીરી સૌકોએ બિરદાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement