For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા ભાન ભૂલ્યું: વચ્ચે વીજપોલ રાખી સીસીરોડ બનાવ્યો

12:10 PM Nov 23, 2024 IST | Bhumika
મનપા ભાન ભૂલ્યું  વચ્ચે વીજપોલ રાખી સીસીરોડ બનાવ્યો
Advertisement

જામનગર મહાનગરપાલિકાના બેદરકારીભર્યા વલણને કારણે ધોરીવાવ વાળો નવો ડીપી રોડ, ખોડલ ગ્રીન અને શ્રી રાજ પાર્ક સોસાયટીની બાજુમાં પટેલ સમાજ પાસે નવા નિર્માણ થઈ રહેલા સીસી રોડમાં ગંભીર ખામી જોવા મળી છે. બેદરકાર કોન્ટ્રાકટરે જાણી જોઈને થાંભલાઓની હારમાળા વચ્ચે સીસી રોડ બનાવી નાખ્યાનું સામે આવ્યુ છે.તેથી સ્થાનિક લોકો માટે જીવનું જોખમ સમાન બની ગયું છે. આ વિસ્તારમાં પાંચ કરોડ રૂૂપિયાના ખર્ચે સીસી રોડનું કામ શરૂૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે રોડ બનાવતા પહેલા જ વીજ થાંભલાઓને દૂર કરવામાં આવ્યા ન હતા.

પરિણામે, રોડની વચ્ચે જ વીજ થાંભલાઓ આવી ગયા છે અને આ વિસ્તારમાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે જામનગર મહાનગરપાલિકાના તંત્રએ જાણીજોઈ વિચારીને અકસ્માતને આમંત્રણ આપતા હોયએ ફલિત થઈ રહ્યુ છે.આ સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવાની માંગ કરી છે. રહેવાસીઓનું કહેવું છે કે, આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના બની શકે છે. આ ઘટનાએ એકવાર ફરી મહાનગરપાલિકાના કામકાજ પર સવાલ ઉઠાવ્યા છે. શહેરના વિકાસ માટે કરવામાં આવતા કામોમાં આવી બેદરકારી જોવા મળવી એ ગંભીર બાબત છે. મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેની કાળજી લેવી જોઈએ.

Advertisement

આ સંદર્ભમાં જામનગર મહાનગરપાલિકાના એન્જિનિયરોનું કહેવું છે કે, હાલમાં માત્ર પીસીસી વર્ક ચાલુ છે અને વિજ થાંભલાઓ દૂર કરવાની કામગીરી પીજીવીસીએલ સાથે મળીને કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં આ પ્રકારની કોઈ અકસ્માતની ઘટના બનશે નહીં.જોકે, નાગરિકોનું માનવું છે કે, આવી પ્રકારની કામગીરી શરૂૂ કરતાં પહેલાં જરૂૂરી તમામ સાવધાની રાખવી જોઈતી હતી. પરંતુ વિજ થાંભલાઓ હટાવવાની કામગીરી કર્યા વિના રોડનું કામ શરૂૂ થતાં નાગરિકોના જીવને જોખમમાં મુકાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement