મનપાની ટેકસ બ્રાન્ચનું ગાંધી મ્યુઝિયમ કચેરીમાં સ્થળાંતર
05:16 PM Nov 06, 2025 IST | admin
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષો જુની સેન્ટ્રલ ઝોન કચેરીના તમામ વિભાગોનું રિનોવેશન કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ જર્જરીત થયેલ હિસાબ વિભાગના ફર્નિચર તેમજ સિલીંગ સહિતનું કામ શરૂ કર્યા બાદ હવે સૌથી વધુ વ્યસ્ત વેરા વિભાગના નવીનીકરણ માટે મહાનગરપાલિકા દિવાળી પહેલા તૈયારી આરંભી હતી. વર્ષો પહેલા થતી મેન્યુઅલ કામગીરીના ચોપડાઓના પોટલાઓ ટ્રકમાં ભરી ગાંધી મ્યુઝિયમમાં પહોંચાડવામાંઅ ાવ્યા હતાં ત્યાર બાદ કોમ્પ્યુટર સહિતની સમગ્રી ગાંધી મ્યુઝિયમ ખાતે ફીટ કરી આજથી વેરા વિભાગની તમામ પ્રકારની કામગીરી ગાંધી મ્યુઝિયમના બિલ્ડીંગમાં શરૂ કરવામાં આવી છે અને સંભવત: છથી આઠ માસ બાદ રિનોવેશનનું કામ પૂર્ણ થયે ફરિવખત સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ટેકસ બ્રાન્ચનું સ્થળાંતર કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. (તસવીર: મુકેશ રાઠોડ)
Advertisement
Advertisement
