રાજુલામાં પાલિકા સભ્યોએ તાત્કાલિક ઘરની મોટર રીપેર કરાવી: પાણીનો પ્રશ્ર્ન હલ
વોર્ડ નં.5ના રહેવાસીઓએ સભ્યોનો માન્યો આભાર
રાજુલા નગરપાલિકા દ્વારા સતત વિકાસના કામો શરૂૂઆત કરવામાં આવી છે તાજેતરમાં જ રાજુલા શહેરના રોડ રસ્તાઓ પણ નવા બનાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર પાંચમાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત હતો ત્યારે રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં નગરપાલિકા દ્વારા એક દાર બનાવવામાં આવેલો હતો પરંતુ પાણીની મોટર ખરાબ હાલતમાં હોય આ પ્રશ્ન પાણી બાબતનો હોય ત્યારે રાજુલા નગરપાલિકાના પ્રમુખ ને આ બાબત જાણ થતા તેમની સૂચના મુજબ રાજુલા નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ વાઘ તેમજ વોર્ડ નંબર પાંચના સભ્યો સૌ સાથે મળી અને આ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં જ આ પાણીનો દાર હોય અને અહીંયા પાણીના દાર પાસે મંદિર હોય અને આ વિસ્તારના લોકોને પાણી માટે આ દાર ખૂબ જ મહત્વનો હોય તેથી તાત્કાલિક પણે રીપેરીંગ કામ શરૂૂ કરવામાં આવ્યું અને આ પાણીનો પ્રશ્ન તાત્કાલિક પણે હલ કરવામાં આવ્યો એમ આ વિસ્તારના લોકો દ્વારા આ નગરપાલિકાની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.