મનપાના રૂા.8.64 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કાલે લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે રાજ્ય કક્ષાનો લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે.
ઉક્ત કાર્યક્રમને સમાંતર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025 કાર્યક્રમમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, રાજકોટ મહાનગરપાલિકાના રૂૂ.8.64 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત તથા રાજ્ય કક્ષાના લોકાર્પણ/ખાતમુહૂર્તનું જીવંત પ્રસારણ કાર્યક્રમનું આયોજન આવતીકાલ તા.15/10/2025, બુધવારના રોજ સવારે 10:30 કલાકે, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
