મનપાનો હંગામી કર્મચારી વ્યાજના ચક્રમાં ફસાયો, ધમકી આપ્યાની રાવ
જામનગરમાં શરૂૂ શેકસન રોડ પર કુકડા કેન્દ્ર પાસે રહેતા અને જામનગર મહાનગરપાલિકાની સ્લ્મ શાખામાં કોન્ટ્રેક બેઇઝ પર હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ ભરતભાઈ બુદ્ધભટ્ટી નામના 32 વર્ષના યુવાને જામનગર ના લાલ બંગલા વિસ્તારમાં વ્યાજ વટાવ નો ધંધો કરતા કલ્પેશ જનકરાય મહેતા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી ધાક ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન કાનજીભાઈ બુધભટીને અગાઉ આર્થિક તંગી ઉભ થતાં તેણે આરોપી કલ્પેશ મહેતા પાસેથી 80 હજાર રૂૂપિયા માસિક છ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેના દર મહિને 5,0000 રૂૂપિયા લેખે વ્યાજની ગણતરી કરતાં 75 હજાર રૂૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં વધુ વ્યાજ અને મુદ્દલ કઢાવવા માટે આરોપી દ્વારા અવાર નવા ધમકી અપાતી હતી, અને પોતાની પાસેથી ચાર કોરા ચેક લખાવી લીધા હતા .
જે ચેક બેન્ક માં જમા કરાવીને ફરિયાદ કરવાની ધાક ધમકી અપાતી હોવાના કારણે આખરે મામલો સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વ્યાજખોર કલ્પેશ મહેતા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011 ની કલમ 5, 39, 40, 42 મુજબ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂૂ કરી છે.