સતત ગેરહાજર રહેતા મનપાના મહિલા સિનિયર કલાર્ક બરતરફ
મહાનગરપાીલકાના સોલીડ વેસ્ટ વિભાગમાં બઢતી પામીને આવેલા સિનીયર કલાર્ક અવાર નવાર રજા ઉપર ઉતરી જતા વિભાગીય કામગીરીને ખલેલ પહોંચતા આ મહિલા કલાર્કને કારણદર્શક નોટિસ આપવા છતાં જવાબ રજૂ ન કરતા આ રોજ બરતરફ કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકામાં 50 વર્ષથી વધુ વયનાં અધિકારી/કર્મચારીઓની કામગીરીની સમીક્ષા અંગેની વંચાણે-10ની કાર્યવાહી નોંધની ભલામણ અનુસાર નાયક લાંબા અંતરાલથી ફરજ પર સતત ગેરહાજર રહેવા તેમજ ચાર્જશીટ ન રવીકારેલ હોવાથી ખાતાકીય પગલા લેવા કમિટી દ્વારા અભિપ્રાય આપેલ છે. જે સબબ વંચાણે-11 થી ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવેલ હતી, જે તપાસ અન્વયે વંચાણે-12 થી ખાતાકીય તપાસ અધિકારી દ્વારા તપાસ અહેવાલ રજુ કરવામાં આવેલ જેમાં નાયક વિરુદ્ધ મુકવામાં આવેલા આક્ષેપો જેમાં વગર મંજુરીએ સતત ગેરહાજરી, મનસ્વી વર્તનથી રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીમાં અડચણ ઉભી થવી, ફરજ પ્રત્યેની શીથીલતા, બેદરકારી, નિષ્કાળજી અને ઉદાસીનતા આક્ષેપો સાબિત થયેલ છે.
આમ, ઉક્ત વિગતે હંસાબેન રાજેન્દ્રભાઈ નાયક એક સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવવામાં તદ્દન નિષ્ફળ ગયેલ હોય અને એક સરકારી કર્મચારીને છાજે નહી તેવું વર્તન કરેલ છે જેથી તેઓની ફરજ પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી, શીથીલતા, ઉદાસીનતા સબબ ધી જી.પી.એમ.સી.એક્ટ-1949 ની કલમ 56(2)(4)-અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ), 1971 નાં નિયમ-6(7) હેઠળ મળેલ સત્તાની રૂૂ એ ભવિષ્યમાં નોકરી માટે ગેરલાયક ન ઠરે તેવી રીતે રાજકોટ મહાનગર પાલિકાની સેવાઓ(નોકરી)માંથી બરતરફ કરવાનો આથી હુકમ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાનું અન્ય કોઈ લ્હેણું બાકી હોય તો તે વસુલ કરવા/આઈડેન્ટીટય કાર્ડ(ઓળખપત્ર) તેમજ ઉપકરણો પરત જમા લેવાની જવાબદારી શાખાધિકારીની રહેશે. હુકમની નોંધ મજકુરની સેવાપોથીમાં કરવી આગળની તમામ કાર્યવાહી શાખાધિકારીએ કરવી.
