મનપાના કોમ્યુનિટી હોલ હાઉસફૂલ : 30દિ’માં 373 લગ્નો
કોર્પોરેશનના 28 હોલ માટે જાન્યુ, ફેબ્રુ. સુધીનું બુકિંગ પૂર્ણ, નોંધણી માટે અરજદારોનો ભારે ધસારો
લગ્નસરાની સીઝન પુરજોશમાં ચાલુ થઇ ગય છે. આગામી ફેબ્રુઆરી માસ સુધી લગ્નનો માહોલ છવાયેલો રહેશે. જેમાં મહાનગરપાલિકાના 28 કોમ્યુનિટી હોલનુ બુકિંગ ગઇકાલે 30 નવેમ્બર સુધીમાં ફૂલ થઇ ગયાનું એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે. તીથી મુજબના દિવસોમાં વધુ લગ્ન હોવાના કારણે મનપાના તમામ કોમ્યેનિટી હોલમાં 373 બુકિંગ થયા છે અને આજથી નવા માસની બુકિંગ બારી ખુલતા જ વધુ પરિવારો દ્વારા બુકિંગ માટેની તૈયારીઓ આરંભી હોવાનુ જાણવા મળેલ છે.
હાલ લગ્નની ફુલસીઝન ચાલુ છે. ત્યારે શહેરમાં વસવાટ કરતા મધ્યમવર્ગિય પરિવારોમાં મનપાના લગ્ન હોલ બુક કરાવવાનો ભારે કેઝ જોવા મળી રહ્યો છે. સસ્તા ભાડામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા અલગ અલગ વિસ્તારોમાં 28 કોમ્યુનિટી હોલ કાર્યરત છે. એસ્ટેટ વિભાગને બનાવેલ નિયમ મુજબ કોઇ પણ પરિવારે તેમના પ્રસંગ માટે પોતાના વિસ્તારના લગ્ન હોલ ભાડે રાખવામાં 90 દિવસ પહેલા બુકિંગ કરાવવા ફરજિયાત છે.
છેલ્લા ત્રણ માસ દરમિયાન થયેલા બુકિંગના આંકડા મુજબ તમામ લગ્નહોલ ફૂલ રહ્યા હતા. જેની સામે કમુરતા ઉર્ત્યાબાદ થનાર લગ્નો તેમજ ફેબ્રુઆરી માસમાં પણ અનેક લગ્નયોગ હોવના કારણે બે માસનુ બુકિંગ ગઇકાલ સુધીમાં ફૂલ થઇ ગયુ છે. 28 લગ્નહોલ અને યુનિટોમાં 373 બુકિંગ થયા હોવાનુ જાણવા મળેલ છે.
મનપાના 28 લગ્નહોલમાં થયેલા બુકિંગ મુજબ વસંતરાય ગઢકર કોમ્યુનિટી હોલ યુનિટ-1 (ગુરુ પ્રસાદ ચોક) -9, વસંતરાય ગઢકર કોમ્યુનિટી હોલ યુનિટ-2 (ગુરુ પ્રસાદ ચોક) -16, શ્રી પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલ (માયાણી ચોક)-18, શ્રી મનસુખભાઇ ઉધાડ કોમ્યુનિટી હોલ (માયાણી ચોક)-8, ડો. આર્બેડકર કોમ્યુનિટી હોલ (જીલ્લા ગાર્ડન ચોક)-25, અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ (વિજય પ્લોટ પાસે), શ્રી ગુરુનાનક કોમ્યુનિટી હોલ (ગાયકવાડી)-15, શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠરિયા રોડ), આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ-1 (પારડી રોડ)-29, આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ-2 (પારડી રોડ)-27, એક્લવ્ડ કોમ્યુનિટી હોલ (24-જાગનાથ પ્લોટ), શ્રી ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ (રૈયા રોડ),કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ,જગઊં સ્કુલ સામે, યુનિ.રોડ ,યુનિટ -1-17, કવિશ્રી અમ્રુત ઘાયલ કોમ્યુનિટી હોલ,SNK સ્કૂલ સામે, યુનિ.રોડ, યુનિટ-2- 10, શ્રી નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ યોજના)-4, શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનીટી હોલ યુનીટ 1,બાપા સિતારામ ચોક-19, શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનીટી હોલ યુનીટ 2,બાપા સિતારામ ચોક-13, શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ યોજના)-2, પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ-1-25, પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ-2-23, શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ યુનિટ-1 (80 ફુટ રોડ)-18, શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ યુનિટ-2 (80 ફુટ રોડ)-16, શ્રી મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંતકબીર રોડ)-26, શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનિટી હોલ ( કોઠારીયા રોડ)-14, નવનિર્મિત કોમ્યુનિટી હોલ,યુનિટ-1 મોરબી રોડ, UHC આરોગ્ય-14, નવનિર્મિત કોમ્યુનિટી હોલ,યુનિટ-2 મોરબી રોડ, UHC આરોગ્ય-16, શ્રી રંજનબેન રાવળ કોમ્યુનીટી હોલ, યુનિટ-1 વાવડી રાજકોટ-5, શ્રી રંજનબેન રાવળ કોમ્યુનીટી હોલ, યુનિટ-2 વાવડી રાજકોટ-3, શ્રી રંજનબેન રાવળ કોમ્યુનીટી હોલ,યુનિટ-3 વાવડી રાજકોટ-1 કુલ 28 લગ્ન હોલમાં 373 બુકિંગ બે માસ માટે થયા છે.