મનપાનું 4.25 કરોડના કરબોજ વાળું બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂર
પાણીવેરો, સ્ટ્રીટલાઈટ, ફાયર ચાર્જમાં નજીવો વધારો ઝીંકી દેવાયો
મિલકત વેરામાં રિબેટ યોજનાને મંજૂરી, આવતા સપ્તાહે બજેટ બોર્ડમાં રજૂ થશે
જામનગર મહાનગરપાલિકા નાં કમિશનર દ્વારા વર્ષ ર0રપ-ર6 નું રૂૂ. 1493 કરોડના ખર્ચવાળું અંદાજપત્ર ગત તાં. 30 નાં સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું અને વોટર ચાર્જ અને મિલકતવેરા સહિતની અનેક સેવામાં વધારો સૂચવાયો છે. આ કર-દરની વધારા ની રૂૂ. 11.84 કરોડ ની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક મા સુધારા-વધારા સૂચવી ને સ્ટેન્ડિંગ કમિટીએ રૂૂ.4.25 કરોડ નો વધારો મંજૂર કર્યો છે.હવે બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.જામનગર મહાનગર પાલિકા ની આજે સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક ચેરમેન નિલેશ કગથરા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં 10 સભ્યો ઉપરાંત ડે .મેયર ક્રિષ્નાબેન સોઢા, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા ,સિટી ઇજનેર ભાવેશ જાની , આસિસ્ટન્ટ કમિશનર ( ટેક્ષ) જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રાજ્ય હતા.
ગત તાં. 30 નાં મહાનગરપાલિકા નાં વર્ષ ર0રપ-ર6 નાં કમિશનર ડી.એન. મોદી દ્વારા રજૂ કરવામાં આવેલ રૂૂ.1393 કરોડ નાં ખર્ચ અને રૂૂ.11.84 કરોડ ની કર દર ની વધારા ની દરખાસ્ત વાળા બજેટ મા સૂચવાય કર દર ની દરખાસ્ત મા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કાપ મૂકવામાં આવ્યો હતો. મ્યુનિ. કમિશનર દ્વારા અનેક સેવાના કર-દરમાં વધારો સૂચવવામાં આવ્યો હતો. ફિક્સ નળ કનેક્શનમાં હૈયાત રૂૂ. 1300 ના બદલે રૂૂ. 1400 પ્રતિવર્ષ, સ્લમ વિસ્તારમાં રૂૂ. 6પ0 ના બદલે રૂૂ. 700, તેમજ અન્ય અલગ-અલગ કેટેગરીમાં 10 થી 1પ ટકાનો કર વધારો સૂચવાયો હતો.જેને મંજૂર કરવામાં આવ્યો છે.
સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જમાં રહેણાંકમાં રૂૂ. 100 ના બદલે રૂૂ. ર00 અને બિનરહેણાંકમાં રૂૂ. ર00 ના બદલે રૂૂ. 400 (વાર્ષિક) સૂચવવામાં આવ્યા હતા.જેને યથાવત રાખવામાં આવ્યાં છે એટલે કે સૂચવાયેલા વધારો નાં મંજૂર કરવામાં આવ્યો છે.કરદર વધારા ની કુલ રૂૂ.11.84 કરોડ ની દરખાસ્ત મા વ્હીકલ ટેક્સમાં 0.પ0 કરોડ, વોટર ચાર્જમાં રૂૂ. 1.રપ કરોડ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાંથી રૂૂ. 4.પ0 કરોડ, એન્વાયરમેન્ટ ઈમ્યુઝમેન્ટ/ગ્રીનરી ચાર્જમાંથી રૂૂ. 1 કરોડ, ફાયર ચાર્જમાંથી રૂૂ. 1 કરોડ, સ્ટ્રીટ લાઈટમાંથી રૂૂ. 3.34 કરોડ અન્ય દરમાંથી રૂૂ. 0.રપ કરોડની વધારાની આવકનો સમાવેશ થાય છે.પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કર દર વધારા ની દરખાસ્ત માં કાપ મુકવામાં આવ્યો છે અને કાપ દરખાસ્ત પછી રૂૂ.4.25 કરોડ ની કર દર વધારા ની આવક થશે.
સ્ટેન્ડિંગ કમિટી એ વિહિકલ ટેક્સ , સ્ટ્રીટ લાઈટ કર , અને અન્ય કરદર માં વધારા ની દરખાસ્ત ના મંજૂર કરી છે. જ્યારે વોટર ચાર્જ વધારવા માન્ય રાખ્યો છે તથા સોલીડ વેક્સ કલેક્શન એન્વાયરમેન્ટ એન્ડ ગ્રીનરી ચાર્જ, અને ફાયર ચાર્જમાં અંશત: વધારો માન્ય રાખ્યો છે.આ ઉપરાંત એડવાન્સ વેરા.ની ભરપાઈ કરતા મિલકત ધારકોને અને નળ કનેક્શન ધારકોને રિબેટ યોજનાનો લાભ ગત વર્ષ ની યોજના મુજબ જ આપવા નિર્ણય લેવાયો હતો. આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂૂપિયા 7.59 કરોડની કાપદરકા રજૂ કરવામાં આવી હતી અને હવે આ બજેટ ને મંજૂરી માટે સામાન્ય સભા તરફ મોકલી આપવામાં આવશે.