સવા ચાર કરોડના કરબોજ સાથે મનપાનું રૂ. 1520 કરોડનું બજેટ મંજૂર
કમિશનરે સૂચવેલા રૂ. 11.84 કરોડના કર વધારામાં કાપ મૂકતા સ્ટે. ચેરમેન : રખડતા પશુ નિયંત્રણ માટે રૂ. 1ર કરોડની ફાળવણી
કાલાવડ નાકાથી કલ્યાણ ચોક સુધી 20 કરોડના ખર્ચે નવો બ્રિજ અને વિશાલ હોટલ નજીક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલ બનાવાશે
જામનગર મહાનગરપાલિકાના કમિશનરે રૂૂ . 11 .84 કરોડ ના કરદાર વધારા સાથે રજૂ કરેલ વર્ષ ર0રપ-ર6 ના બજેટ માં સ્ટેન્ડીંગ કમિટી એ કાપ મૂકીને રૂૂ. 4 કરોડ રપ લાખના વેરા વધારા સાથે નું બજેટ મંજુર કર્યું હતું. આ પછી આજે મળેલી બજેટ અન્વયેની સામાન્ય સભામાં કુલ રૂૂપિયા 1પર0 કરોડનું અંદાજપત્ર ચેરમેન નિલેષ કગથરા દ્વારા સામાન્ય સભામાં અધ્યક્ષ-મેયર વિનોદ ખીમસૂર્યાને સુપ્રત કર્યું હતું જેના ઉપર કોર્પોરેટરો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.અને આખરે વિપક્ષ ના વિરોધ સાથે બહુમતી ન ધોરણે બજેટ ને મંજૂરી આપવા માં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા આજે ટાઉનહોલમાં મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ઈન્ચાર્જ કમિશ્નર એવા કલેક્ટર કેતન ઠક્કર, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટિ ઈજનેર અને આસી. કમિશનર ભાવેશ જાની, આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મલ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગરનગરપાલિકા સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ વર્ષ ર0રપ-ર6 નું બજેટ સામાન્ય સભામાં રજૂ કર્યું હતું. જેમાં ઉઘડતી પુરાંત રૂૂ. 384.03 કરોડ, વર્ષ દરમિયાન આવક રૂૂ. 1434.8પ કરોડ મળી કુલ 1818.86 કરોડ અને વર્ષ દરમિયાન રૂૂ. 1પર0.9ર કરોડ અને બંધ પુરાંત રૂૂ. ર97.93 કરોડ દર્શાવાઈ છે.મલ્ટી પર્પઝ ઓડિટોરીયમનું કામ ટેન્ડર પ્રક્રિયામાં છે. સાયન્સ નોલેજ પાર્ક પ્રગતિ હેઠળ છે. બે ફાયર સ્ટેશનનું કામ, સીવીક સેન્ટરનું કામ, પ્રગતિ હેઠળ છે.
ઢોરના નવા બે ડબ્બા બનાવવાનું આયોજન પૂર્ણ કરાયું છે. નગરની શાન સમા ફલાયઓવર બ્રીજનું કામ પ્રગતિ હેઠળ છે. સૈનિક ભવન રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજનું કામ, ટૂંક સમયમાં શરૂૂ થનાર છે. શહેરની આગવી ઓળખ સમા કામોની વિગતો આપતા ચેરમેનએ જણાવ્યું હતું કે, ગ્રેઈન માર્કેટ, ત્રણ દરવાજાના રેસ્ટોરેશન, ક્ધઝર્વેશનનું કામ પૂર્ણ થયું છે. તેવી જ રીતે ભૂજિયા કોઠાનું કામ પ્રગતિ હેઠળ છે.
રિલાયન્સ ઈન્ડ. દ્વારા અદ્યતન પે એન્ડ યુઝ બનાવાયા છે. જેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. જામનગરમાં ફૂટબોલ મેદાન, ડિજિટલ લાયબ્રેરી, બેડી ચોકીથી વાલસુરા નેવી થઈ રોઝી પોર્ટ સુધીના માર્ગને નેક્લેસ રોડ તરીકે ડેવલોપ કરવા, પીપીપી ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક ડેવલોપ કરવા, પાંચ રોડને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવા, દાદા-દાદી ગાર્ડન વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નવા સીસી રોડ, રઝડતા પશુ નિયંત્રણ માટે 1ર કરોડ ની ફાળવણી કરવામાં આવી છે. કરોડોના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો, લાઈટીંગના કામો, ભૂગર્ભ ગટરના કામો, ડ્રેનેજના કામો કરવાનું પણ આયોજન છે. એક નવી ગૌશાળા બનાવવાનું પણ આયોજન ઘડી કઢાયું છે.કાલાવડ નાકાથી કલ્યાણચોક સુધી નવા અન્નપૂર્ણા મંદિર સુધી હૈયાત બ્રીજના સ્થળે રૂૂ. ર0 કરોડના ખર્ચે નવો બ્રીજ બનાવવા, વિશાલ હોટલ પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે. પ0 ઈલેકટ્રીક બસો શહરે માં દોડાવવા આયોજન છે. માંડવી ટાવરની ગ્રાન્ટ મળ્યે કામ શરૂૂ કરાશે. નવા આરોગ્ય કેન્દ્રનું અદ્યતન સોફ્ટવેર દ્વારા સંચાલન, કાલાવડ-લાલપુર રોડ ઉપર નવા ફાયર સ્ટેશન, અદ્યતન ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરી બનશે.
મ્યુનિ . કમિશનર દ્વારા રૂૂ. 11 કરોડ 84 લાખનો બોજ સુચવાયો હતો. તેમાં કાપ મુકીને રૂૂ. 4 કરોડ 25 લાખ નો કર દર વધારો માન્ય રખાયો છે. ખાસ કરીને પાણી ચાર્જમાં રૂૂ. 100 નો વધારો માન્ય રખાયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, અને રિવાબા જાડેજા તેમજ વગેરેનો આ તકે આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ સાથે શિક્ષણ સમિતિ અને વી.એમ. મહેતા કોલેજનું બજેટ પણ રજૂ થયું હતું.
વિપક્ષના નેતા ધવલ નંદા એ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે 1500 કરોડ રૂૂપિયાના બજેટ માં નાના રકમ ની વસુલાત જેમ કે રણજીતસાગર પાર્ક , તળાવની પાળ ની એન્ટ્રી ફી રદ કરવી જોઈએ , આ બજેટ આંકડાની માયાજાળ સિવાય કશું જ નથી. ત્રીજા સ્મશાન ની વાત વર્ષો થી ચાલે છે. ઉપરાંત કરદરમાં સૂચવાયેલ વધારો પણ પાછો ખેંચવા તેમને માગ કરી હતી. આખરમાં અધ્યક્ષ સ્થાને થી વન નેશન વન ઇલેક્શન ની દરખાસ્ત બહુમતીના ધોરણે પસાર કરવામાં આવી હતી. અને બજેટ ને પણ બહુમતી ના ધોરણે મંજૂર કરવામાં આવ્યું હતું.
જુગ્નું ક્રિકેટ મેદાન યથાવત્ જાળવી રાખો : વિપક્ષ
આ બજેટ અંગેની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના અસ્લમ ખીલજીએ જણાવ્યુ હતું કે, કાલાવડ નાકા બ્રીજનું કામ સત્વરે શરૂૂ કરવામાં આવે, માંડવી ટાવર માટે સાત વર્ષથી રજૂઆત કરવામાં આવે છે. તેને જલદી સ્વીકારવા આવે. ઉપરાંત સ્ટ્રીટ લાઈટની વ્યાપક ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ તકે ચેરમેને જણાવ્યું હતુ કે, અમારા કામમાં વિશ્વાસ રાખજો બધું થઈ જશે. વધુમાં અસ્લમ ખીલજીએ જુગ્નું ક્રિકેટ મેદાન યથાવત જાળવી રાખવા પણ રજૂઆત કરી હતી. ત્યાં નવો રોડ કાઢવાની હીલચાલ ચાલતી હોવાનો વિરોધ કર્યો હતો.
પૂર્વ મેયરને ઠેકડા મારવા નહીં તેમ કહેતા મામલો બિચકયો
શાસક પક્ષના કિશન માડમ અને કેશુભાઈ માડમ ,સહિત ના ભાજપ ના કોરપોરેટર દ્વારા બજેટ ને આવકાર્યુ હતું. વિપક્ષના આનંદ રાઠોડે સિકયોરીટી કોન્ટ્રાકટ રદ કરવા માંગણી કરી હતી, અને આરોગ્ય સંકુલ માટે પૈસાના ઉઘરાણાનો વિરોધ કર્યો હતો. અને વેરા વધારો પાછો ખેંચવા જણાવ્યુ હતું.વિપક્ષના કાસમભાઈ જોખીયા એ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે અમારા વોર્ડ માં વિકાસ કામો થતા નથી ત્યારે શાસક પક્ષના અને પૂર્વ મેયર બિનાબેન વચ્ચે જવાબ દેવા ઉભા થતા તેમને ઠેકડા મારવાનું બંધ કરવાનું કહેતા મામલો ગરમાયો હતો. અંતે મામલો થાળે પડયો હતો.વિપક્ષ ના જેનબબેન ખફી એ રજૂઆતો કરી હતી કે , વેરા વધારો પાછો ખેંચવામાં આવે , શહેર મા રસ્તે રઝળતા ઢોર ની સમસ્યા દૂર કરવા પણ માંગ કરી હતી . તો વિપક્ષના કોર્પોરેટર ફૂરકાન શેખે ચર્ચાક્ષમાં ભાગ લેતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર માં વસૂલવામાં આવનાર તગડો ચાર્જ પાછો ખેંચવો જોઈએ. આટલા ચાર્જ ની વસૂલાત તો કોઈ સરકારી દવાખાનામાં હોતો નથી.