રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાની 100 દિવસીય ટી.બી.નાબૂદી ઝુંબેશનો કાલથી પ્રારંભ

05:13 PM Dec 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવિણભાઈ કયાડા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી,રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરસ્વપ્નિલ ખરે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટી.બી. નાબૂદી અભિયાન અન્વયે 100 દિવસ સઘન ઝુંબેશ ચલાવવાની અધિસુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે તા.07/12/2024, શનિવારના રોજ બપોરે 12:00 કલાકે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે ટી.બી. નાબૂદી અભિયાન અન્વયે 100 દિવસ સઘન ઝુંબેશ શુભારંભ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા

ના મેયર નયનાબેન પેઢડીયા તથા જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ઉપસ્થિત રહેશે.
આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા તથા જિલ્લા પંચયાતના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય, ન્યુ દિલ્હી દેશમાંથી ટી.બી. રોગને નાબૂદ કરવા માટે પ્રતિબધ્ધ છે.જેના ભાગ રૂપે આજરોજ તા.07 ડીસેમ્બર 2024ના ભારત દેશમાં કુલ 347 જીલ્લાઓમાં 100 દિવસની સઘન ટીબી નુર્મૂલન ઝુંબેશ શરૂૂ કરવામાં આવે છે. ગુજરાત રાજયના કુલ 16 જીલ્લાઓ અને 4 કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લો અને રાજકોટ મહાનગરપાલિકાનો સમાવેશ કરેલ છે. સદર ઝુંબેશ દરમિયાન ટી.બી. સંવેદનશીલ વિસ્તારમાં આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ, ટી.બી. રોગ વિષે માહીતગાર કરશે અને ટી.બી. રોગનું સ્ક્રીનીંગ કરી, તેઓના ગળફાની લેબોરેટરી તપાસ અને છાતીના એક્સ-રે માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સલાહ આપશે. આ ઝુંબેશમાં નવા શોધાયેલા ટી.બી.ના તમામ દર્દીઓને જરૂૂરી સારવારમાં નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવશે. નિક્ષય મિત્ર દ્વારા ન્યૂટ્રીશન કીટ આપવામાં આવશે. આ સાથે નિદાન થયેલ ટી.બી.ના દર્દીઓના કુટુંબના તમામ સભ્યોનું ટી.બી.રોગ અંતર્ગત સ્ક્રીનીંગ કરી, ટી.બી. રોગ નેગેટીવ તમામ દર્દીઓને ટી.બી. રોગ પ્રિ વેન્ટીવ સારવાર આપવામાં આવનાર છે.

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવિણભાઈ કયાડા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમરએ ટી.બી. નાબૂદી અભિયાન અન્વયે 100 દિવસ ચલનાર સઘન ઝુંબેશમાં સહયોગ આપવા તેમજ આ ઝુંબેશથી માહિતગાર થવા શુભારંભ કાર્યક્રમમાં જોડાવા રાજકોટ શહેર તથા રાજકોટ જીલ્લાના નાગરીકોને ખાસ અપીલ અને આહવાન કરેલ છે.

Tags :
gujaratgujarat newsMunicipal Corporationrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement