દુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યા
મનસુખભાઇ છાપિયા ટાઉનશીપની 8 દુકાનો રૂા.3.42 કરોડમાં વેંચાઇ
મહાનગરપાલિકા દ્વારા વાવડી ખાતે આવેલ મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની 8 દુકાનોની જાહેર હરાજી આજરોજ યોજી હતી. નક્કી કરેલ અપસેડ પ્રાઇઝ કરતા તંત્રને રૂા.1.06 કરોડની વધુ આવક થઇ છે. 8 દુકાનો માટેની કુલ અપસેડ પ્રાઇઝ 236.10 લાખ રાખવામાં આવેલ જેની સામે હરાજી દરમિયાન રૂા.342.10 લાખ ઉપજ્યા હોવાનુ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.15/એ-28/એ ખાતે વેસ્ટ ઝોન પેકેજ-5 હેઠળ તૈયાર થયેલ શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપના શોપીંગ સેન્ટરની કુલ-08 દુકાનો જાહેર હરરાજી આજે તા.26-11-2025ના રોજ શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે રાજકોટ ખાતે યોજાઈ હતી.
આ જાહેર હરરાજીમાં 08 દુકાનોની હરરાજી કરવામાં આવેલ. જેમાં તમામ દુકાનોની અપસેટ કિમત રૂૂ.236.10 લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત રૂૂ.342.10 લાખ આવેલ. આ જાહેર હરરાજીમાં કુલ-51 નાગરિકો જોડાયા હતા.
મહાનગર પાલિકાની મોટાભાગની ટાઉનશીપમાં દુકાનો બનાવવામાં આવી રહી છે અને છેલ્લા ઘણા સમયથી અપસેટ પ્રાઇઝ કરતા વધુ ભાવ મળી રહ્યો છે. જેના લીધે મહાનગરપાલિકાની આવકમાં મોટો વધારો થઇ રહ્યો છે અને હવે પછી તૈયાર થનાર ટાઉનશીપની દુકાનો માટે જે તે સમયના બજાર ભાવ મુજબ અપસેટ પ્રાઇઝ નક્કી કરાશે જે હાલના ભાવ કરતા વધુ રહેશે. તેમ જાણવા મળેલ છે.