For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા પ્રજાના પૈસે VVIPને મન ગમતા ભોજન પીરસશે

03:22 PM Oct 28, 2025 IST | admin
મનપા પ્રજાના પૈસે vvipને મન ગમતા ભોજન પીરસશે

કાર્યક્રમો અને મીટિંગો સહિતના આયોજનમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન વાનગીઓના રસથાળ માટે લખલૂંટ ખર્ચ

Advertisement

મહાનગર પાલિકા દ્વારા પ્રજાના પૈસાની કરકસર થાય તે મુજબના આયોજનો કરવામાં આવ્યા છે. પ્રજાના ટેકસના પૈસામાંથી પાયાની સુવિધા વધુમાં વધુ મળી શકે તેવા પ્રયાસો હાથ ધરી દર વર્ષે બજેટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ છૂપા ખર્ચાઓ પાછળ લખલૂંટ ખર્ચ કરાઇ રહ્યો છે. તે જોવામાં આવતુ નથી જેમાં ફરી એક વખત મહાનગરપાલિકાના કાર્યક્રમો અને મીટિંગો સહિતના આયોજન દરમિયાન વીઆઇપીઓ તેમજ નેતાઓને મન ગમતા ભોજન પીરસવા માટે તમામ પ્રકારના વાનગીઓનો રસથાળ તૈયાર કરવામાં આવ્યો છે અને ટેન્ડર પ્રસિધ્ધ કરી કેટરીંગવાળાઓને આમંત્રીત કરાયા હોવાનું જાણવા મળેલ છે.

મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રજાકિય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મીટિંગો પણ યોજાય છે. આ કાર્યક્રમોમાં આવતા સરકારી અફસરો તેમજ રાજકીય નેતાઓ તથા ધારાસભ્યો, મંત્રીઓ સહિતનાઓને પ્રજાના પૈસા મનગમતા ભોજન પીરસવામાં આવે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. સરકાર દ્વારા આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં બાળકોને પીરસવામાં આવતા ભોજન માટે મામૂલી રકમ ફાળવવામાં આવી રહી છે અનેવાનગીઓ પણ મર્યાદીત રાખવામાં આવી છે.

Advertisement

જેની સામે પ્રજાના પૈસા ટેસડા કરતા રાજકીય આગેવાનો અને મોટા અફસરો માટે મસમોટું દરેક રાજ્યોની વાનગી મુજબનું મેનુ તૈયાર કરવામાં આવ્યુ છે. કોઇ પણ કાર્યક્રમ અને મીટિંગમાં હાજરી આપતા વીઆઇપીઓને અનેક જગ્યાએથી ભોજન તેમજ નાસ્તા કરવા માટેના આમંત્રણોનો ઢગલો થતો હોય છે. છતાં બે પાંચ કલાકના કાર્યક્રમમા હાજરી આપે ત્યારે મનપાના દભી શાસકો અને સારુ લગાડવા માટે અધિકારીઓ દ્વારા મન ગમતી વાનગીઓ પીસરવામાં આવે તેવુ આગ્રહ રખાતો હોય તેમ આ વખતે વીઆઇપીઓની સરભરા માટે તૈયાર કરવામાં આવેલ મેનુમાં ગુજરાતીની સાથોસાથ પંજાબી, સાઉથ ઇન્ડિયન સહિતની વાનગીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા પ્રજાજનો માટે થતાં કાર્યક્રમોમાં લોકોને પીવાનુ પાણી પણ નસીબ થતુ નથી અને આજ કાર્યક્રમમાં રીબીન કાપી 10 મીનિટનું ભાષણ સંભળાવી પ્રજાના ખર્ચ એસી ગાડીઓમાં ફરતા વીઆઇપીઓને મન ગમતા ભોજનીયા કરાવવા અધિકારીઓમાં આજે પણ થનગનાટ જોવા મળતો હોય તેમ મસમોટું મેનુ તૈયાર કરી શહેરના ખ્યાતનામ કેટરીંગવાળાઓને આમંત્રીત કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.

વીઆઇપીઓનો રસથાળ
ગુજરાતી થાળી
રોટલી, પરોઠા, પુરી, દાળ ભાત, શાક, છાશ, પાપડ, સલાડ, ફરસાણ, મીનરવોટર સહિતની વાનગીઓ
પંજાબી થાળી
નાન, કુલચા, પરોઠા, પંજાબી શબજી, દાલ ફ્રાય, જીરા રાઇસ, પાપડ, સલાડ, સ્વીટ, ફરસાણ, મીનરવોટર સહિતની વાનગીઓ
સાઉથ ઇન્ડિયન
ઇડલી સાંભાર-મેન્દુ વડા સાંભાર, દરેક પ્રકારના ઢોસા, ઉપમા, આલુ પરોઠા, ગોબી પરોઠા, પનીર પરોઠા, મેથી પરોઠા, લછ્છા પરોઠા, પાલક પરોઠા સહિતની વાનગીઓ
નાસ્તા માટે
સમોસા, પફ, દિલ્હી ચાટ, ભેળ ચાટ, રગડા ચાટ, રગડા પૂરી, બેડબટર, ટોસ્ટ, બેડ જામ, બટર જામ, પાંઉભાજી, પુલાવ સહિતની વાનગીઓ

Advertisement
Tags :
Advertisement
Advertisement