ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહાપાલિકા 416 કરોડની કિંમતના 9 પ્લોટની કરશે હરાજી

06:04 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement

વર્ષોથી ફાજલ પડેલા પ્લોટના વેચાણ થકી આવક ઊભી કરી હાઉસ ટેક્સ સહિતનું કાયમી સાલિયાણુ બંધાય તે માટે લેવાયો નિર્ણય

Advertisement

મહાનગરપાલિકાની તિજોરી ક્યારેય ભરાતી નથી મિલ્કતવેરો, એફએસઆઈ સહિતની આવકમાંથી તંત્રના ખર્ચા માંડ માંડ નિકળી રહ્યા છે. મોટા પ્રોજેક્ટો માટે સરકારી ગ્રાન્ટ ઉપર આધાર રાખવો પડે છે. ત્યારે મનપા પોતાને મળેલા અલગ અલગ હેતુના પ્લોટની જાહેર હરાજી કરી આવક ઉભી કરે છે. જેમાં બે વર્ષ પહેલા અલગ અલગ સ્થળે આવેલા નવ પ્લોટના વેચાણ માટેનો નિર્ણય લેવામાં આવેલ અંદાજે 416 કરોડ રૂપિયાની જમીનના વેચાણ થકી આવક ઉભી કરવાનો આસય હતો તેના માટે સરકાર પાસે મંજુરી માંગવામાં આવેલ અને આ મુદ્દો આજ સુધી પેન્ડીંગ રહ્યો હતો. ત્યારે તંત્રમાંથી જાણકારી મળેલ છે કે, ટીપી સ્કીમમાં મળેલા વેચાણના હેતુના પ્લોટની હરાજી માટે સરકાર પાસે કોઈ મંજુરી માંગવાની રહેતી નથી. આથી હવે ટુંક સમયમાં 9 પ્લોટની હરાજી મનપા દ્વારા કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થશે. તેમ જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાની અન્ય આવકોની સાથો સાથ વેચાણના હેતુ માટે મળેલા પ્લોટનું વેચાણ કરી મનપા આવક ઉભી કરે છે. તંત્રની મિલ્કતવેરા તેમજ એફએસઆઈ સહિતનામાંથી થતી આવક કર્મચારીઓના પગાર પાછળ પુરી થઈ જાય છે. જેના લીધે તંત્રની તીજોરી કાયમી માટે ખાલી જોવા મળી રહી છે. સરકાર દ્વારા તાજેતરમાં મહાપાલિકાઓ અને નગરપાલિકાઓ આવકના સ્લોટ ઉભા કરે તેવી સુચના આપવામાં આવી છે. છતાં મિલ્કતવેરાની 50 ટકા લેણી રકમ કાયમી ઉભી રહેતી હોય છે. આથી ના છુટકે મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ અંતર્ગત મળેલા પ્લોટની જાહેર હરાજી તીજોરી ભરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

મહાનગરપાલિકાને અગાઉ મળેલા અને હાલમાં શહેરના પ્રાઈમ લોકેશન ઉપર આવેલા અનેક ખાલી પ્લોટ ઉપર દબાણો થઈ ગયેલ હોય ડીમોલેશનની કામગીરી આજ સુધી થઈ નથી. જ્યારે ખુલા પ્લોટ ઉપર દબાણો થાય તે પહેલા તેનું વેચાણ કરી આવક ઉભી કરવામાં આવે તેવો પ્રયાસ ફરી વખત શરૂ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા અગાઉ નાના મૌવા ખાતે આવેલ અંદાજે 110 કરોડના પ્લોટની હરાજી કરવામાં આવેલ પરંતુ ખરીદનારે સમયસર પેમેન્ટ ન કરતા અંતે આ પ્લોટનો સોદો રદ કરવામાં આવ્યો છે. મનપાને પ્રાઈમ લોકેશન ઉપર મળેલા અનેક પ્લોટ આજે વાર-તહેવારો દરમિયાન ભાડેથી આપી ભાડુ વસુલવામાં આવી રહ્યું છે. પરંતુ આ પ્લોટના વેચાણ થકી બજારભાવ મુજબ કિંમત લીધા બાદ આ પ્લોટ ઉપર કોમર્શીયલ અથવા રહેણાકના એકમો તૈયાર થાય ત્યારે ફરી વખત કોર્પોરેશનને તેમાંથી મિલ્કતવેરો પ્રોફેશનલ ટેક્સ તેમજ અન્ય પ્રકારના વેરા થકી મોટી આવક ઉભી થઈ શકે છે અને આ આવક કાયમીપણે ચાલુ રહેતી હોય મનપા શહેરની વચ્ચોવચ આવેલા અને ઉંચી કિંમત મળે તેવા પ્લોટના વેચાણ તરફ પ્રેરાયું છે. જેના લીધે બે વર્ષ પહેલા નવ પ્લોટ વેચવાનો નિર્ણય લેવામાં આવેલ તેમાં હવે આગળ વધી હરાજી સહિતની કાર્યાહી કરશે. તેમ જાણવા મળેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement