For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર

05:05 PM May 30, 2025 IST | Bhumika
જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે લગભગ 20 દિવસ પહેલાં થયેલા ભયાનક અગ્નિકાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોના કરુણ મોત થયા હતા. પોલીસે હવે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ એન્જિનિયર વિવેક કાથડીયાને આ કેસમાં આરોપી બનાવ્યા છે.

Advertisement

ઘટના સમયે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હતું અને જેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે ગેસ પાઇપલાઇન ફાટી ગઈ હતી, જેના કારણે ભીષણ આગ લાગી હતી.

આ આગે આસપાસની અનેક દુકાનો, લારીઓ અને વાહનોને પોતાની ઝપટમાં લીધા હતા. બી ડિવિઝન પોલીસે શરૂૂઆતમાં જેસીબી ડ્રાઇવર રાજેશ યાદવની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં બહાર આવ્યું કે, ખોદકામ શરૂૂ કરવાની સૂચના વોર્ડ એન્જિનિયર વિવેક કાથડીયાએ આપી હતી, પરંતુ કામગીરી દરમિયાન તેઓ સ્થળ પર હાજર નહોતા. આ ઉપરાંત, જેસીબી ડ્રાઇવર પાસે કામ કરવા માટેનું લાયસન્સ પણ નહોતું.વિવેક કાથડીયાનું નામ આરોપી તરીકે સામે આવતા જ તેઓ ફરાર થઈ ગયા છે અને તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવે છે. પોલીસની ટીમો તેમના નિવાસસ્થાન અને અન્ય સંભવિત સ્થળોએ તપાસ કરી રહી છે.લોકો દ્વારા કોન્ટ્રાક્ટરની જવાબદારી પણ નક્કી કરવા અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement