રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

04:45 PM Oct 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રસ્તા પર નડતરરૂપ 86 રેંકડી, કેબિન, સડી ગયેલા 385 કિલો શાકભાજી, ફળ જપ્ત કરાયા

શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા સતત વધતી રહી છે. જાહેર રસ્તાઓ પર લારી કેબીનના દબાણો થતા ભારે મુશ્કેલી પડતી હોય મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા 86 રેંકડી કેબીન અને 1270 જેટલા જોખમી બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.61810નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 86 રેકડી/કેબીન અને જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 192 પરચુરણ ચીજ વસ્તુઓ, જંક્શન રોડ, જ્યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મિનગર નાલા પાસેથી 385 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તાર, મટકી ચોક, સ્વામીનારાયાણ ચોક પરથી રૂૂ.39,810/- મંડપ કમાન છાજલી ભાડુ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ 80ફુટ રોડ, અટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂૂ.22,000/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. અંબીકા ટાઉનશીપ, કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ પરથી 1270 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે

Tags :
gujaratgujarat newsMunicipal Corporationrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement