ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપા દ્વારા યોજાશે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા

05:48 PM Aug 22, 2025 IST | Bhumika
Advertisement

શ્રેષ્ઠ પંડાલ સ્પર્ધાના વિજેતાઓને લાખો રૂપિયાના પુરસ્કાર અપાશે

Advertisement

સ્પર્ધામાં શહેરના આયોજકો ભાગ લઇ શકશે, તા.29 થી 31 ઓગષ્ટ સુધી વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન

આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ગણેશ ઉત્સવને સુયોગ્ય ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના આયોજકો ભાગ લઈ શકશે અને વિજેતાને લાખો રૂૂપિયાના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસ - 29 ઓગસ્ટની નેશનલ સ્પોર્ટસ્ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે રાજકોટ શહેરમાં તા.29થી 31 ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટસ્ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

આ પ્રતિયોગિતા માટે આઠ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં (1) ગણેશ પંડાલના મંડપ શણગાર, (2) સામાજિક સંદેશ, (3) ગણેશ પ્રતિમાની પસંદગી (ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા), (4) ઓપરેશન સિંદૂર - દેશભક્તિ, (5) સ્વદેશી વસ્તુઓ અપનાવો (6) પંડાલ સ્થળની પસંદગી (ટ્રાફિક કે આસપાસના લોકોને અડચણરૂૂપ ન થાય), (7) સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી અને (8) ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃત્તિઓ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલ પસંદગી કરી એકથી ત્રણ ક્રમના વિજેતા કરવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રૂૂ. 5 (પાંચ) લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂૂ. 3 લાખ તથા તૃતીય ક્રમના વિજેતાને રૂૂ.1.50 લાખના પુરસ્કાર આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ગણેશ પંડાલના આયોજકો રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ ઝોનલ ઓફિસ ખાતેથી, તા. 22થી 26 ઓગસ્ટ દરમિયાન કામકાજના દિવસો દરમિયાન નીચેના સ્થળેથી ફોર્મ મેળવી શકશે. (1) સાંસ્કૃતિક વિકાસ વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, સેન્ટ્રલ ઝોન ઓફિસ, ડો. આંબેડકર ભવન, ત્રીજો માળ, રૂૂમ નં.-5, રાજકોટ (2) વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, વેસ્ટ ઝોન ઓફિસ, હરિસિંહજી ગોહિલ ભવન, બિગ બજારની પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. (3) વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, ઈસ્ટ ઝોન ઓફિસ, ઝવેરચંદ મેઘાણી ભવન, ભાવનગર રોડ, રાજકોટ. મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસ - 29 ઓગસ્ટની ‘નેશનલ સ્પોર્ટસ્ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે રાજકોટ શહેરમાં તા.29થી 31 ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટસ્ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.28મી ઓગસ્ટે પ્રિ-ઈવેન્ટ સેલિબ્રેશન થશે.

જેમાં રાજકોટના રેસકોર્સ રિંગરોડ પરના બહુમાળી ભવનથી લઈને બાલવાટિકા સુધી ડી.એલ.એસ.એસ.ના 300 વિદ્યાર્થીઓ, પોલીસ બેન્ડ, એન.સી.સી. કેડેટ્સ તથા શાળાના છાત્રો દ્વારા પ્રિ-ઈવેન્ટ રેલી યોજવામાં આવશે. તા.29મી ઓગસ્ટે, ફીટ ઈન્ડિયના શપથ લેવામાં આવશે અને રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે હોકીની ચાર મેચ યોજવામાં આવશે. જેમાં ચાર ટીમના 44 સભ્યો ભાગ લેશે. દરેક શાળામાં પણ ખેલ-કૂદની સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ થશે. રાજકોટ મહાનગરની 934 શાળાઓના છાત્રો રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ જૂડો સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં 250 કોલેજીયનો ભાગ લેશે. મારવાડી તથા આર.કે. યુનિ. દ્વારા પણ વિવિધ સ્પોર્ટસ એક્ટિવિટી થશે.

તા.29મી ઓગસ્ટે ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનની શરૂૂઆત થશે. જેમાં શહેરીજનો, જિલ્લાના નાગરિકો જાતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત શાળા, કોલેજ, યુનિવર્સિટી દ્વારા પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા તેમણે નાગરિકોને અપીલ કરી હતી. તા.30મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વોલીબોલ, રસ્સા ખેંચની સ્પર્ધા રાખવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ, કોર્પોરેશન વિભાગ, જિલ્લા પંચાયત તથા કલેક્ટર કચેરીની પુરુષ ટીમ અને મહિલા ટીમ એમ ચાર-ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થશે. તા. 31મી ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા નગરપાલિકા કક્ષાએ ‘સન્ડેઇઝ ઓન સાયકલ’નું આયોજન કરવામા આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રિંગરોડ ફરતે સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવશે.

Tags :
Ganesh Pandal Competitiongujaratgujarat newsMunicipal Corporationrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement