For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયર સેફ્ટીની ઓફ લાઇન અરજી સ્વીકારવાનું મહાનગર પાલિકા એ બંધ કર્યું

11:58 AM Jul 07, 2025 IST | Bhumika
ફાયર સેફ્ટીની ઓફ લાઇન અરજી સ્વીકારવાનું મહાનગર પાલિકા એ બંધ કર્યું

જામનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.જેમાં જામનગર શહેર અને જાડા વિસ્તાર માં વસવાટ કરતાં લોકો ને જણાવાયુંછે કે , તા. 15 ડીસેમ્બર-2023 ના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ફાયર સેક્રેટી કમ્પલાયન્સ પોર્ટલ (ગુજરાત ફાયર સફટી કોપ) નું અનાવરણ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પોર્ટલનો ઉદેશ રાજયભરમાં ફાયર સેફટી ફ્રેમ વર્ક ને મજબુત કરવાનો છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા તા. 13 ડીસેમ્બર 2023 ના રોજ ગેઝેટ બહાર પાડવામાં આવેલ છે. આ ગેઝેટ http:// gujfiresafetycop.in/Content/regulation વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જુના રેગ્યુલેશન રદ થઈ નવા રેગ્યુલેશન તા. 13-12-2023 ના થી અમલીકરણ કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત રાજય માં હાયર સેફટી સર્ટીફીકેટ એક સમાન એક જ પોર્ટલ થકી કરવામાં આવશે. બિલ્ડીંગમાં ફાયર સેકટીનું પ્લાન (FSPA) મંજુર કરવા અને NOC મંજુરી ફાયર વિભાગ દ્વારા અપાશે. ફાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ (FSCR) ગુજરાત સરકાર દ્વારા તાલીમ પામેલ કવોલીફાઈડ ફાયર સેફટી ઓફીસર દ્વારા જ ઓનલાઈન પોર્ટલ થકી કરવામાં આવશે. ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવવા જામનગર મહાનગરપાલિકા ના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ઓફ લાઇન અરજી બંધ કરવામાં આવે છે હવે પછી ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલ, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ અને ફાયર સેફ્ટી સર્ટીફીકેટ રિન્યુઅલ ઓનલાઇન અરજી ગુજરાત રાજય સરકાર ના પોર્ટલ http://gujfiresafetycop.in પર કરવાની રહેશે અને અરજદારે જો અરજી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો ગુજરાત સરકાર ના હેલ્પ ડેસ્ક નં. 07923257022 તથા 07923 257040 પર ટેલીફોનીક સંપર્ક કરવો અથવા ઈ-મેઈલ આઈ.ડી. help desk fscopgmail.com પર પોતાની કવેરી રજુ કરી શકશે. હવે પછી જામનગર ફાયર વિભાગ દ્વારા હાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ કરવામાં આવનાર નથી. ગુજરાત સરકાર ના તારીખ : 13 ડીસેમ્બર 2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ ગેઝેટ અન્વયે હાયર સેફટી સર્ટીફીકેટ / રીન્યુઅલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી આવી પ્રિમાઈસીસ / મિલ્કતના માલિક / હોદ્દેદાર / સંચાલક / કબ્જેદાર /વહીવટદાર વગેરેની રહેશે. હાયર સેફટી સટીફીકેટ મેળવવા / રીન્યુઅલ ન કરાવ્યે થી કોઈ દુર્ઘટના ઘટવાની સ્થિતિમાં તેની સંપૂર્ણ જવાબદારી આવી પ્રિમાઈસીસ / મિલ્કતના માલિક / હોદ્દેદાર / સંચાલક / કબ્જેદર / વહીવટદાર ઈત્યાદીની રહેશે.તેમ. નાયબ કમિશનર જામનગર મહાનગરપાલિકા ની યાદી માં જણાવાયુ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement