For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાના ધંધાર્થીઓને વગર વ્યાજની શેરી ફેરિયા લોન આપવાનો મનપામાં પ્રારંભ

05:42 PM Sep 18, 2025 IST | Bhumika
નાના ધંધાર્થીઓને વગર વ્યાજની શેરી ફેરિયા લોન આપવાનો મનપામાં પ્રારંભ

છ માસથી બંધ રહેલ યોજના શરૂ કરાઇ નવી અને પેન્ડિંગ અરજી માટે તા.20 અને 22ના રોજ લોક કલ્યાણ મેળો યોજાશે ગાંધીમ્યુઝિયમ ખાતે

Advertisement

શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીના ભાગ રૂૂપે ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMS VANidhi (PM Street Vendors Atma Nirbhar Nidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તા:20/09/2025 તથા 22/09/2025, સ્થળ:- શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે, રાજકોટ, સમય:- સવારે 10:30 થી સાંજે 05:00 કલાક સુધી આ લોક કલ્યાણ મેળામાં PM SVAnidhi યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડીંગ રહેલ મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે તમામ બેંકોનાં અધિકારીઓને કેમ્પમાં હાજર રાખી કેમ્પના સ્થળેજ લોન અરજીઓ મંજુર કરવા માટે આયોજન કરેલ છે. સાથોસાથ લોન મંજુરી કેમ્પની સાથેજે ફેરિયાઓ લોન લેવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટેનવી લોન અરજીઓ પણ કેમ્પના સ્થળ ઉપર ઓનલાઈન કરી આપવામાં આવનાર છે.

Advertisement

જેમાં નવી ગાઈડલાઈન્સ મુજબ નીચેની વિગતે બેંકો મારફતે લોન આપવામાં આવશે.
વિશેષમાં, ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરીફેરિયાઓનુ બેકો તથા ફોન-પે તેમજ પે.ટી.એમ.ના એગ્રીગેટર દ્વારા ડીજીટલ ઓનબોર્ડીંગ કરી કેશબેક અંગેની સમજ પણ આપવામાં આવશે. આ માટે જેઓની લોન અરજી મંજુરીની પ્રક્રિયામાં છેતથા નવી લોન અરજી કરવા ઇરછુક તમામ લાભાર્થીઓએ કેમ્પનાં સ્થળે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકપાસબુક ઓરીજીનલ તથા ઝેરોક્ષ તેમજ 2-પાસપોર્ટ સાઈઝના ફોટા તેમજ આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર સાથે કેમ્પના સ્થળે ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement