For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાપાલિકાની સ્ટેન્ડિંગની બેઠક કાલે, કર્મચારીઓની તબીબી સહાયની દરખાસ્તો

03:28 PM Dec 10, 2024 IST | Bhumika
મહાપાલિકાની સ્ટેન્ડિંગની બેઠક કાલે  કર્મચારીઓની તબીબી સહાયની દરખાસ્તો
Advertisement

મહાનગરાપલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. પરંતુ કમિશનર વિભાગ દ્વારા નિયમ મુજબ એક સાથે કર્મચારીઓને અલગ અલગ તબીબી સહાય અંગેની દરખાસ્તો રજૂ કરવાનો નિયમ જાળવી રાખ્યો હોય તેમ એક સાથે સાત દરખાસ્ત તબીબીસહાયની અને એક ફાયર બ્રિેડની કામગીરીનો રિપોર્ટ અને જુદી જુદી વોર્ડ કમીટીના ઠરાવો સહિતની 9 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આવતી કાલે 9 દરખાસ્ત રજૂ થશે જેમાં ધી જી.પી.એમ.સી.એકટ-1949ની કલમ-289 અન્વયે ફાયર બ્રિગેડની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા બાબત, ધી જી.પી.એમ.સી.એકટ-1949ની કલમ-29(ક) હેઠળની જુદી જુદી વોર્ડ કમિટીના ઠરાવો જાણમાં લેવા બાબત, તા.19/11/2024ના રોજ "મેયર એવોર્ડ" એનાયત કાર્યક્રમનું ચુકવવાનું બાકી ખર્ચ મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.323 તા.09/12/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખાના વર્ક આસીસ્ટન્ટ(મીકે.) અમિતકુમાર ભાસ્કરભાઈ સેજપાલના આશ્રિત પત્નીને કેન્સરની બીમારીની કરાવેલ સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.324 તા.09/12/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, બાંધકામ શાખાના આસીસ્ટન્ટ એન્જીનીયર(સીવીલ) વૈભવ નવીનચંદ્ર ઉમરાણીયાના આશ્રિત માતુના પગના ઘુંટણના ઓપરેશનની સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સા તરીકે આર્થિક તબીબી સહાય મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.325 તા.09/12/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત સહિતની દરખાસ્ત રજૂ કરાઈ છે.

તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મુકાદમ દિનેશભાઈ ભીખાભાઈ નારોલાના આશ્રિત પુત્રીને લો બીપીની બીમારી સબબ કરાવેલ સારવારના ખર્ચ પેટે આર્થિક તબીબી સહાય ખાસ કિસ્સામાં મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.326 તા.09/12/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર ધનુબેન નરેન્દ્રભાઇ મકવાણાને સ્ત્રીરોગની સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સા તરીકે આર્થિક તબીબી સહાય મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.327 તા.09/12/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઇ કામદાર હંસાબેન ગીરધરભાઈ વાઘેલાને શ્વાસના રોગની સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.328 તા.09/12/2024 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, મ્યુનિસિપલ સેક્રેટરી ડો.એચ.પી.રૂૂપારેલીઆની તા.16/12/2024થી તા.27/12/2024 સુધીની દિન-12 (બાર)ની પ્રાપ્ત રજા મંજુર કરવા બાબત સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement