19 મિલકતો સીલ કરી 42.06 લાખની રીકવરી કરતું મનપા
રાજકોટ મનપાની વેરા વસુલાત શાખાએ આજે વેરા બાકીદારો સામે આકરો મિજાજ બતાવીને રૂા.42.06 લાખની વસુલાત કરી હતી. કમિશનર આનંદ પટેલની સુચનાથી વેરા વસુલાત શાખાના સ્ટાફે જૂદા-જૂદા વિસ્તારોમાં ફરીને બાકીદારોને વેરા ભરવાની કડક ચેતવણી આપી હતી. તેના ફલ સ્વરૂપે રૂા.42.06 લાખની રીકવરી કરાઇ હતી. આ ઉપરાંત 19 મિલકતોને સીલ કરાઇ હતી. તેમજ 10 મિલકતના આસામીઓને ટાંચ જપ્તી નોટીસો ફટકારાઇ હતી.
વોર્ડવાઇઝ કરાયેલી કામગીરી બાબતે વેરાવસુલાત શાખાએ જણાવ્યુ હતું કે, વોર્ડ નં.1માં ગાંધીગ્રામમાં એસ.એચ.ગરડી વિધ્યાલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.09 લાખ, વોર્ડ નં-3 ભીમાદોશી શેરીમાં 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.60 લાખ., જામનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.03 લાખ., વોર્ડ નં-5 કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રૂૂ.94,000/-ની વસુલાત કરાઇ હતી. જ્યારે વોર્ડ નં-7માં ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ. 1.35 લાખ., ભક્તિનગર પ્લોટમાં 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ. 2.10 લાખ., પેલેસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.30 લાખ., પેલેસ રોડ પર આવેલ 4-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.4.60 લાખ., પેલેસ રોડ પર આવેલ’હરી કૃષ્ણા આર્કેડ’ 1-યુનિટના બાકી માંગાણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.15 લાખ., વોર્ડ નં-10માં કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.48,112/-, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખનો પીડીસી ચેક આપેલ., વોર્ડ નં-11માં નાના મોવા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.61,100/-, વોર્ડ નં-12માં વાવડી વિસ્તારમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.81,735/-, વોર્ડ નં-15માં આજી.જી.આઇ.ડી.સી વિસ્તારમાં 1-યુનિટની નોટીસ સામે ચેક આપેલ., આજી.જી.આઇ.ડી.સી વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા આસામીએ ચેક આપ્યા હતાં.
આ ઉપરાંત વોર્ડ નં-13માં અમરનગર ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.20 લાખ., મવડી ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખ., ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.55,000/-, વોર્ડ નં-17માં હર્ષલવાડીમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.96,400/-, વોર્ડ નં-18માં આરતી સોસાયટીમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.50,000/-, આરતી સોસાયટીમાં 1-યુનિટ સીલ., કોઠારીયા રોડ પર આવેલ’અંકીત ઇન્ડ એરીયામાં’ 1-યુનિટના બાકી માંગણ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 2.01 લાખ. અને કોઠારીયા રોડ પર આવેલ ‘એટલાસ ઇન્ડ એરીયા’માં1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.1.26 લાખ રીકવરી કરાઇ છે. મનપાના જાણાવ્યા અનુસાર કુલ 3,72,981 મિલ્કત ધારકોએ 318.61 કરોડ વેરો ભરેલ.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.