For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બર્ધન ચોકમાં થયેલા દબાણોને હટાવતી મહાનગરપાલિકા

11:56 AM Oct 12, 2024 IST | Bhumika
બર્ધન ચોકમાં થયેલા દબાણોને હટાવતી મહાનગરપાલિકા
Advertisement

પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાની કાર્યવાહી: ધંધાર્થીઓમાં રોષ

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં વારંવારની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી હતી.વિજયા દસમી સહિતના તહેવારોને અનુલક્ષીને આજે સાંજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ તથા જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ઝુંબેશ હાથ કરવામાં આવી હતી.

Advertisement

દરબારગઢ થી માંડવી ટાવર સુધીના માર્ગ પરના દબાણો હટાવવા માટેની કાર્યવાહીનો પ્રારંભ થાય તે પહેલા પથારાવાળા અને રેકડી ધારકોમાં ભારે નાશ ભાગ થઈ હતી. અને સ્વયંભૂ રસ્તો ખુલ્લો થયો હતો.આ વેળાએ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જાહેર રસ્તા ને અડચણરૂૂપ રીતે મુકાયેલી બે રેકડીઓ કબજે કરી લીધી છે, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાઇ છે. તહેવારના દિવસો દરમિયાન ટ્રાફિક ઝુંબેશ આ વિસ્તારમાં અવીરત ચાલુ રાખવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement