રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિસ્થાપિતો માટે બનાવેલા 696 આવાસ મનપાએ વેચવા કાઢ્યા!

03:17 PM Dec 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા લોકો તેમજ નદી કાંઠા અથવા ડિમોલેશન દરમિયાન ઘર ગુમાવ્યું હોય તેવા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ તંત્રની ઢીલીનીતીના કારણે આજે શહેરની અનેક આવાસ યોજનાઓમાં સેંકડો આવાસો ધૂળ ખાઈ રહ્યા છે. જે પૈકી પોપટપરામાં વિસ્થાપિતો માટે 2019માં તૈયાર કરાવમાં આવેલ 696 આવાસ પાંચ વર્ષ બાદ પણ એલોટમેન્ટ ન કરાતા આ આવાસ યોજના જર્જરીત હાલતમાં થઈ ગઈ છે. તેમજ આ આવાસ યોજનામાં ન્યુસન્સની ફરિયાદો ઉઠતા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે આ આવાસ યોજનાનું મરમત કરી તેમજ આવારા તત્વોનો કબ્જો હોય તો પોલીસ ફરિયાદ કરી આ આવાસ યોજનાને વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે ટુંક સમયમાં ફોર્મ બહાર પાડી વન બિએચકે 696 આવાસનો ડ્રો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં એક તરફ ઘરના ઘર માટે લોકો વલખા મારી રહ્યા છે સરકાર દ્વારા પણ ઓનલાઈન સર્વે અને રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ શહેરમાં 3300 કરતા વધુ આવાસની ફાળવણી નહીં થતાં ખાલી હોવાનું સામે આવ્યું છે. પોપટપરા ખાતે આવેલી ભગીની નિવેદિતા ટાઉનશીપ સામેની આવાસ યોજના 5 વર્ષ કરતા વધુ સમયથી ખાલી હોવાને કારણે નજીકમાં રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવાસોની બારીના કાંચ તુટેલા એન બારણાઓ ખુલ્લા હોવાનું જોવા મળ્યું હતું. ભગીની નિવેદિતા ટાઉનશીપ સામેની આ આવાસ યોજના છેલ્લા 5 કરતા વધુ વર્ષથી ખંઢેર હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અને આ કારણે અહીં સાપ તેમજ અજગર સહિતના ઝેરી જીવજંતુ નિકળવાની ઘટના રોજિંદી બની હોવાનું પણ કહ્યું હતું. એટલુ જન હીં આ આવાસ યોજના આવારા તત્વોનો અડ્ડફો બની હોવાથી તાત્કાલીક તેની ફાળવણી કરવામાં આવે અથાવ તેને પાડીને કોઈ બગીચો કે પછી લોકોને ઉપયોગી કોમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સરકારની અફર્ટેબલ હાઉસીંગ યોજના અંતર્ગત પોપટપરા ખાતે 2019માં 696 આવાસ તૈયાર કરવામાં આવ્યા હતાં. જેમાં નિચાણવાળા નદીના વિસ્તારોમાં વસવાટ કરતા પરિવારો તેમજ ફૂટપાથ ઉપર રહેતા ઘરવિહોણા લોકોને આ આવાસ ફાળવવાની યોજના તૈયાર કરવામાં આવેલ પરંતુ પાંચ વર્ષ દરમિયાન આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં આવાસ જર્જરીત હાલતમાં મુકાઈ ગયા છે. અગાઉ અરેના હોસ્પિટલીટી પ્રા.લી.ને આ આવાસ ભાડે આપવા માટે વર્કઓર્ડર આપવમાં આવે પરંતુ ચાર વખત ટેન્ડર કરવા છતાં આ એજન્સીએ કામ ચાલુ ન કરતાં તેને બ્લેક લીસ્ટ કરી ગઈકાલે આ આવાસ મુદ્દે મીટીંગ યોજવામાં આવેલ જેમાં તમામ આવાસ ડ્રો પધ્ધતિથી વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ આવાસની કિંમત વન બીએચકે હોવાથી અંદાજે 3.25 અથવા 3.50 લાખ રાખવમાં આવસે તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

શ્રમિક યોજનાનો આ આવાસમાં સમાવેશ કરવાની શક્યતા
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરકારે શ્રમિક આવાસ યોજના બનાવવાનો પ્રારંભ કર્યો છે. જેનો ઠેર ઠેરથી વિરોધ થઈ રહ્યો હોવાથી આ મુદ્દે સરકાર પાસે મનપા દ્વારા અભિપ્રાય માંગવામાં આવ્યો છે. શહેરના પ્રાઈમ લોકેશન વચ્ચે શ્રમિક આવાસ યોજના બની શકે તેવી સ્થિતિ ન હોવાનું પણ લોકો ચર્ચી રહ્યા છે. ત્યારે પોપટપરામાં અફર્ટેબલ હાઉસીંગ યોજના અંતર્ગત પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવેલા 696 આવાસ મધ્યમ વર્ગીય પરિવારોને ફાળવવાના બદલે જો શ્રમિક આવાસ યોજનાના લાભાર્થીઓને ફાળવવામાં આવે તો શહેરભરમાંથી ઉઠેલો વિરોધ પણ સમાપ્ત થઈ શકે છે. અને આ અંગે વિચારણા કરી સરકાર પાસે હેતુફેર માટેનો અભિપ્રાય માંગવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Tags :
gujaratgujarat newsMunicipal Corporationrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement