મનપાની લીફ્ટમાં માલ-સામાન ચઢાવવાની ‘લોકોને’ મનાઈ...તંત્રને?
મહાનગરપાલિકાની ઝોનલ કચેરી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો આવતા હોય છે. ત્રણ માળની કચેરીમાં અલગ અલગ ફ્લોર ઉપર ઓફિસો આવેલ હોય અરજદારો માટે લિફ્ટની સુવિધા આપવામા ંઆવી છે. જેમાં ખાસ કરીને દિવ્યાંગ અને અશક્ત લોકોને પ્રથમ લાભ આપવામાં આવે છે. તેવી જ રીતે ફક્ત મનુષ્યને જ લિફ્ટમાં પ્રવેશ મળી શકે છે સાથે લાવેલ સામાનને લીફ્ટમાં લઈ જવામાં આવતો નથી તેવું બોર્ડ પણ લીફ્ટની બહાર લગાવી દેવામાં આવ્યું છે.
કોઈ અરજદાર પાસે સામાન હોય ત્યારે તેમને પગથિયા ચઢવા મજબુત કરાય છે. તેની સામે ખુદ તંત્ર દ્વારા સૌથી વધુ અરજદાર આવતા હોય તે દિવસે બુધવારના રોજ એક વિભાગના ચોપડાઓના પોટલાઓનો લીફ્ટની સામે ઢગલો કરી નિચે ઉતારવાનું કામ કરવામાં આવતું હતું. આ મુદ્દે અમુક પીયુને જણાવેલ કે, અમે દર વખતે પોટલા કે સામાન લીફ્ટ મારફતે ચઢાવવાનું કે ઉતારવાનું કામ કરીએ છીએ આથી સતત ટ્રાફિક હોવા છતાં તંત્રએ અરજદારોના બદલે પોટલા ઉતારી લીફ્ટમાં લગાવેલ બોર્ડના નિયમોનો ભંગ કર્યો હતો. છતાં કહેવાવાળુ કોઈ નથી તેમ અરજદારોએ મુંગા મોઢે બધુ સહન કર્યુ હતું.