લોપીનોઝ પિઝાને હાઈજેનિક કંડિશન જાળવવા મહાનગરપાલિકાની નોટિસ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ "રઘુરાઈ ફૂડ ઝોન" પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય એક્સપાયરી વીતી ગયેલ સોસ, સીઝનિંગ, ટોર્ટિલા તથા બ્રેડનો અંદાજીત 14 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ, રૈયા ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ "લાપીનોઝ પીઝા" પેઢીની તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
જેમાં રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અમુલ સર્કલ થી હુંડાઇ શો-રૂૂમ તથા જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 23 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 23 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ જેમાં (01)જય અંબે લીંબુ સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય મહાદેવ પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)સત્યમ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)રાધે શ્યામ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ગંગા ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)બહુચર પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ખોડિયાર નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)રાજ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ખેતલાઆપા પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)સંતોષ પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)બોમ્બે વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ધોરજીવાળા ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)રાજ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)ગાયત્રી ડેરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15) જય અંબે ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)મહાવીર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)કેવલમ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.