For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાએ એક જ દિ’માં 140 કરોડનું ચૂકવણું કર્યું

04:16 PM Oct 17, 2025 IST | Bhumika
મનપાએ એક જ દિ’માં 140 કરોડનું ચૂકવણું કર્યું

કોન્ટ્રાક્ટરોના બાકી બિલના 100 કરોડ અને પગાર, બોનસ પેટે 40 લાખ ચૂકવ્યા

Advertisement

દિવાળીના તહેવારો દરમિયાન લેણી રકમોનુ ચૂકવણું કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. જેમાં અમૂક સરકારી વિભાગો પણ આ પ્રથાને અનુસારીને તહેવારોમાં ચૂકવણુ કરી રહ્યા છે. જેમાં રાજકોટ કોર્પોરેશનને પણ એક જ દિવસમાં રૂા.140 કરોડનું ચૂકવણુ કર્યાનું હિસાબ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. મનપાના હિસાબ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અલગ અલગ કામો માટે અપાયેલા કોન્ટ્રાક્ટના મોટાભાગના કામો પૂર્ણ થઇ ગયા હોય અથાવા વચગાળાની રકમ ચૂકવવાની બાકી હોય તેમજ બિલ તૈયાર થઇને ઓડીટ વિભાગમાંથી આવી ગયા હોય અને ચૂકવણુ આગામી માસમાં કરવાનુ હોય તેવા તમામ કામોના બિલનું ચૂકવણુ ગઇકાલે કરવામાં આવ્યુ છે.

તૈયાર થઇ ગયેલા બિલો માટે કોન્ટ્રાક્ટરોને રૂા.100 કરોડથી વધુ ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે સરકાર દ્વારા તમામ કર્મચારીઓને એડવાન્સમાં પગાર આપવાની જાહેરાત કર્યા બાદ પરિપત્ર મનપાને મોકલાવેલ જે અંતર્ગત મનપાએ તમામ કર્મચારીઓના પગાર બનોસ અને ડીએએરીયસ સહિતનું 40 કરોડનુ ચૂકવણુ કરી દીધુ છે. તેવી જ રીતે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરતા કર્મચારીઓને તહેવાર ટાણે આર્થિક મુશ્કેલી ન પડે તે માટે થઇ ને અમૂક કોન્ટ્રાક્ટરોને પણ કર્મચારીઓના મુકેલા બિલ મુઝબનું ચૂકવણુ કરી દેવામાં આવ્યુ છે.

Advertisement

મનપમાં ફરજ બજાવતા ચાર હજારથી વધુ કર્મચારીઓને સરકારની સૂચના મુજબ એડવાન્સ પગાર પેટે મનપાએ રૂા.40 કરોડથી વધુનુ ચૂકવણુ એક દિવસમાં કરી દીધુ છે. તેવી જ રીતે મોટાભાગના કોન્ટ્રાક્ટરો કે જેમના બિલ મંજૂર થઇ ગયેલા હોય તે તમામ કોન્ટ્રાક્ટરોને પણ 100 કરોડથી વધુ ચૂકવવામાં આવ્યા છે. અને આગામી બે દિવસ દરમિયાન બાકી રહી ગયેલા કોન્ટ્રાક્ટરોને પણ રૂા. 25 કરોડથી વધુનુ ચૂકવણુ કરવામાં આવશે. તેમ હિસાબ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement