ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપા દ્વારા નેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કાર્યક્રમનો શુભારંભ

05:06 PM Nov 15, 2025 IST | admin
Advertisement

મૂવી ટોક, બૂક ટોક, દેશી રમતો, પત્ર લેખન સ્પર્ધા, બૂક શોધ સ્પર્ધા, શ્રેષ્ઠ વાચક સન્માન અને વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે

Advertisement

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત લાઇબ્રેરી વિભાગ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુક્ત ઉપક્રમે આજ તા.14 નવેમ્બર-2025 થી તા.20 નવેમ્બર-2025 દરમ્યાન બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, પેરેડાઇઝ હોલની સામે, રૈયા રોડ,રાજકોટ ખાતે નેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કરવામાં આવનાર છે.નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી કાર્યક્રમનો શુભારંભ આજ તા.14/11/2025ના રોજ સવારે 10:30 કલાકે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, વાઇસ ચેરમેન જીતુભાઇ કાટલોડિયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, મંજુબેન કુગશીયા, દુર્ગાબા જાડેજા, કંચનબેન સિધ્ધપુરા, અગ્રણી કૌશિકભાઈ સિધ્ધવ, સહાયક કમિશનર વી.ડી. ઘોણીયા, લાઈબ્રેરીયન નરેન્દ્ર આરડેસણા, સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વાંચન પ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહેલ.
આ ઉજવણીનો મુખ્ય હેતુનાગરિકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસાવવી, જ્ઞાન પ્રત્યેની રુચિ વધારવી અને લાઈબ્રેરીના મહત્વને વધુ પ્રગટ કરવું.લાઈબ્રેરીઓમાં વિવિધ જ્ઞાનવર્ધક, સર્જનાત્મક અને રસપ્રદ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓ, વાચકો તથા નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

ઉજવણી દરમિયાન 14/11/2025ને શુક્રવાર સવારે 10.30 કલાકે લાઇબ્રેરી વીક શુભારંભ કાર્યક્રમ મુવી ટોક, 12 મી ફેઇલ, વક્તા રાજેન શાહ, 15/11/2025ને શનિવાર સાંજે 7.00 કલાકે બુક પ્રતિશ્રુતિ (લેખક : ધ્રુવ ભટ્ટ), વક્તા:: હિરેન વાછાણી, 16/11/2025ને રવિવાર સવારે 9 થી 11 કલાકે વિસરાતી જતી બાળપણની બાળ રમતો (દેશી રમતો) રમાડવામાં આવશે. 17/11/2025ને સોમવાર સાંજે 5 થી 7 કલાકે સ્નેહીજનોને પત્ર લેખન સ્પર્ધા યોજાશે.

18/11/2025ને મંગળવાર સવારે 10.30 સ્લમ વિસ્તારના બાળકો માટે લાઇબ્રેરી મુલાકાત અને મુવી શો બેબી ડે આઉટ, 19/11/2025ને બુધવાર સાંજે 6 થી 7 કલાકે બુક શોધો સ્પર્ધા બૂક સર્ચ કમ્પીટીશન અને તા.20/11/2025ને ગુરૂૂવાર સાંજે 5.00 કલાકે નેશનલ લાઇબ્રેરી વીક સમાપન કાર્યક્રમ અને લાઇબ્રેરી શ્રેષ્ઠ વાચક સન્માન તથા ઇનામ વિતરણ સમારોહ યોજાશે.આ તકે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, આજે નેશનલ લાઇબ્રેરી વીક ઉજવણી નિમિત્તે આપ સૌની વચ્ચે હાજર રહેવાનો મને આનંદ છે અને હું આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીને કરું છું.પુસ્તકાલયો એ માત્ર ઈમારતો નથી, પણ તે જ્ઞાનનો ભંડાર છે. તે આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય ઘડવાનું કેન્દ્ર છે.

પુસ્તકો આપણને દુનિયાની સફર કરાવે છે, નવા વિચારો આપે છે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. પુષ્પ અને ખાદીના રૂૂમાલ વડે સ્વાગત માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા દ્વારા કરવામાં આવેલ. આભાર વિધિ માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા દ્વારા કરવામાં આવેલ.રાજકોટ મહાનગરપાલિકાના મેયર મતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણીમાં જોડાઈને જ્ઞાનનો દીપ પ્રગટાવે અને વાંચનની સંસ્કૃતિને આગળ વધારે.

Tags :
gujaratgujarat newsMunicipal Corporationrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement