For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યો

04:12 PM Nov 13, 2025 IST | admin
મનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યો

સુપ્રીમ કોર્ટની સૂચના બાદ આજે કોર્પોરેશને લીસ્ટઆઉટ માટે કલેક્ટર, ડીઇઓ સહિતના વિભાગને પત્ર લખી માહિતી માંગી

Advertisement

શહેરમાં રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની જાટકણી કર્યા બાદ સરકારે તમામ મહાનગરપાલિકાઓને આ મુદ્દે પગલા ભરવાનો આદેશ આપતા આજથી રખડતા કૂતરાઓના લીસ્ટઆઉટ માટે તૈયારીઓ આરંભી કલેક્ટર, ડિઇઓ સહિતના સંબંધીત વિભાગને પત્ર લખી માહિતી માંગી હોવાનુ અને આ મુદ્દે એક નોડલ ઓફિસની નિમણુંક કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મનપાનાં વેટરનરી ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નામદાર સુપ્રિમ કોર્ટનાં આદેશના લઈ સર્વે કરીને રાજ્ય સરકારને ડેટા મોકલાશે. રાજકોટ મહાપાલિકા દ્વારા આ સપ્તાહથી જ સર્વેની કામગીરી શરૂૂ કરાશે અને આંકડાકિય ડેટા એકત્ર કરીને રાજ્ય સરકારને મોકલાશે. જેમાં રાજકોટની બન્ને સરકારી હોસ્પિટલો પંડિત દિન દયાળ અને પદ્મકુંવરબા ઉપરાંત શહેરના તમામ સ્પોર્ટસ સંકુલ, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, તમામ શાળા કોલેજો, બસપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા સ્થળો કે જ્યાં લોકોની સતત અવર જવર રહે છે, તેવા તમામ સ્થળોએ લિસ્ટઆઉટ કરવામા આવશે. રાજકોટમાં રખડતા કુતરાઓ મુદ્દે સુપ્રિમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને જાહેર સ્થળોએ પણ રખડતાં કુતરાઓના ત્રાસ દુર કરવા અને સલામતીના શું પગલાં લઇ શકાય તે મુદ્દે સર્વે કરવા માટે આદેશ આપ્યા હતાં. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મનપા તંત્ર જાગ્યું છે.

Advertisement

અને સુપ્રિમની ગાઇડલાઇન મુજબ રાજકોટની બન્ને સરકારી હોસ્પિટલો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, શાળા કોલેજો, બસપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે કામગીરી કરવામાં આવનાર છે. મનપા દ્વારા તમામ સ્થળોના વડાને લોકોની સલામતી માટે દીવાલ ઊંચી લેવી, જાળી અને સિક્યુરિટી સહિતની તમામ વ્યવસ્થા કરવા સહિતના મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવાલો ઉંચી બનાવાશે, જાળીઓ નખાશે
આવા જાહેર સ્થળોએ કુતરાઓ પ્રવેશી ન શકે તે માટે દિવાલો ઉંચી બનાવવા, જાળીઓ નાખવા સહિતની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે સરકારી હોસ્પિટલોના અધિક્ષકો, સરકારી અને અર્ધ સરકારી શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે સંબંધિત અધિકારીઓ તેમજ બસપોર્ટ જેવા જાહેર સ્થળો માટે સંબંધિત અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવશે. અને મહાનગરપાલિકા દ્વારા સુપ્રિમના આદેશ મુજબ માત્ર બે સપ્તાહમાં સર્વે પૂર્ણ કરી તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement