મનપા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત ત્રણ RRR સેન્ટરનો શુભારંભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.12/10/2025 થી 13/10/2025 દરમ્યાન વિકાસ સપ્તાહ અંતર્ગત કલા સ્થાપત્યનું સર્જન ભીત ચિત્રો સર્જન, રિડ્યુસ રી- યુઝ, રિસાયકલ સેન્ટર (RRR )ની સ્થાપના, હેલ્થ ચેક-અપ કેમ્પ, સેફટી કીટ વિતરણ, સ્વચ્છતા રેલી, GVP દુર કરાવા અંગે સઘન ઝુંબેશ, વૃક્ષારોપણ વગેરે કાર્યકમો હાથ ધરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 12/10/2025 ના રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત REDUCE, REUSE, RECYCLE આગળ વધારવા માટે દરેક ઝોનમાં એમ કુલ ત્રણ નવાRRR centre ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી જિલ્લા ગાર્ડન, મહિલા વાંચનાલય મહિલા એક્ટિવિટી સેન્ટર નાના મોવા સર્કલ, પ્રભાદેવી જે નારાયણ પુસ્તકાલય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેમ્પસ કરણપરા સ્થળોએ શરૂૂ કરવામાં આવેલ. તેમજ સ્વચ્છતા લગત સંદેશાઓ અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં એક એમ 3 જગ્યા બાલાજી હોલ- વોર્ડ નંબર 11, બાલક હનુમાન પેડક રોડ- વોર્ડ નંબર 5, સ્વદેશી મેળા- રેસકોસ વોર્ડ નંબર 2 ખાતે નુક્કડ નાટક કરવામાં આવેલ અને સફાઈ લગત કામગીરી કરતાં સેનિટેસન વર્કરોનું હેલ્થ ચેક-અપ અને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવેલ.