મોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપા
મોરબી મહાનાગપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડની આસપાસ રહેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા જયારે ગ્રામ્ય મામલતદાર ટીમે ત્રાજપર ચોકડી પાસે 16 જેટલા કોમર્શીયલ દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરી હતી.મોરબી મહાપાલિકાની ઝુંબેશ અંતર્ગત આજે જેસીબી સહિતના સાધનોની મદદથી શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
રોડ નજીક આવેલ અનેક નાના મોટા દબાણો હટાવવામાં આવ્યા હતા તો આજે ટીમ પહોંચે તે પૂર્વે જ અનેક આસામીઓએ જાતે જ દબાણો દુર કર્યા હતા.તેમજ મોરબી ત્રાજપર ચોકડી પાસે જુના ઘૂટું રોડ જવાના રસ્તે દબાણો હટાવવામાં આવ્યા હતા સરકારી ખરાબાની જમીન પર ખડકી દીધેલ દબાણો ગ્રામ્ય મામલતદાર ટીમે દુર કરાવ્યા હતા સરકારી જગ્યામાં ગેરેજ, પતરાવાળી બંધ ઓરડી, શાકભાજી દુકાન અને દુકાનો સહીત 16 કોમર્શીયલ દબાણો દુર કરી અંદાજે 4 કરોડની કિમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે.