ત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલ
લોકમાન્ય તિલક, ઉધમસિંહ અને લક્ષ્મણ ટાઉનશિપમાં ટીમ ત્રાટકી
મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવેલા આવાસ ભાડેથી અપાતા હોવાની સુચનાના આધારે આજે એક સાથે ત્રણ ટાઉનશીપમાં ચેકીંગ કામગીરી હાથ ધરી લોકમાન્ય તિલક ટાઉનશીપમાં ત્રણ ઉદ્ધમસિંહ ટાઉનશીપમાં ત્રણ અને લક્ષ્મણ ટાઉનશીપમાં ચાર સહિત કુલ 10 આવાસમાં ભાડુત રહેતા હોય સીલ કરી લાભાર્થીને નોટીસ પાઠવવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી લોકમાન્ય તિળક ટાઉનશીપ જુના મોરબી રોડ પાસે, શ્રી ઉધમસિંહ ટાઉનશીપ - કુવાડવા રોડ તથા શ્રી લક્ષ્મણ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ આવાસ યોજનામાં અત્રેથી ફિલ્ડટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા નીચે મુજબના આવાસો તા.29/01/2025 નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.