મોરબીમાં મહાપાલિકા દ્વારા ચેકિંગ, ગંદકી ફેલાવતા વેપારીઓને દંડ
ગતા તા. 17 ફેબ્રુઆરીના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરેની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં સફાઈ કામદારો યોગ્ય રીતે સફાઈ કરે છે કે કેમ તે અંગે ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. ઝોન-2માં આવતા મતવા ચોક, વજેપર, બોરીચાવાસ, કાલિકા પ્લોટ, કાયાજી પ્લોટ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
રવાપરની સોસાયટી, નવા બસ સ્ટેન્ડની પાછળની સોસાયટીઓ અને ક્ધયા છાત્રાલય રોડ સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોરની કામગીરી થાય છે કે કેમ તે અંગે પણ ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ નવા બસ સ્ટેન્ડની સામે ચાની લારીઓ અને આઈસ્ક્રીમની કુલ પાંચ જેટલી દુકાનોને ગંદકી અને દબાણ કરવા બદલ 2-2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રામ ચોક પાસે આવેલ કુરિયરવાળાને પાનની પિચકારી મારવા બદલ 2 હજારનો દંડ ફટકારાયો હતો. શનાળા રોડ પરથી દોઢ કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકારાયો હતો.
આમ કુલ 15 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની આ કામગીરીને લઈને ગંદકી ફેલાવતા દકાનદારોમાં કકડાટ કેલાઈ ગયો છે.
આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના ઝોન-2 વિસ્તારમાં સ્વચ્છતા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ કામદારોની હાજરીથી લઈને તેમની કામગીરી અંગે તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ વિસ્તારમાં દુકાનો પાસે જે કચરો હોય છે તે અંગે તપાસ ક2ીને જે દુકાનો આસપાસ કચરો જોવા મળ્યો હતો તે દુકાનદારોને દંડ પણ કરવામાં આવ્યો છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું છે.