મનપાનું 19મીએ બોર્ડ: તૂટેલા રોડના મુદ્દે વિપક્ષે હથિયાર સજાવ્યા
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળનાર છે. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કુલ 23 પ્રશ્ર્નો પુછવામાં આવશે જે પૈકી પ્રથમ ત્રણ પ્રશ્ર્નો શાસકપક્ષના કોર્પોરેટરોના હોવાથી વિપક્ષને પ્રશ્ર્નોતરીનો મોકો ન મળવાની સંભાવના જોવાઈ રહી છે. છતાં દર વખતની માફક આ વખતે પણ પ્રશ્ર્નોતરી દરમિયાન કોંગ્રેસના કોર્પોેટર કોમલબેન ભારાઈ દ્વારા ડ્રેનેજની હાઉસ ચેમ્બર અને હાલમાં નખાતી ડીઆઈ પાઈપલાઈન કામગીરી દરમિયાન તોડવામાં આવતા રોડનું કામ ગેરંટીમાં કરાશે કે કોર્પોરેશન દ્વારા કરાશે તે મુદ્દે શાસક પક્ષને ભીડવવાનો પ્રયાસ કરવામાં આવે તેવી સંભવના જોવાઈ રહી છે. બોર્ડમાં રજૂ થનાર એજન્ડામાં છ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસનો વારો આ વખતે પ્રશ્ર્નોતરીમાં બહુ પાછળ હોવાથી શાસકપક્ષના કોર્પોરેટર મંજુબેન કુંગશિયા દ્વારા અર્બન મેલેરિયા દ્વારા છેલ્લા બે માસ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો હિસાબ માંગવામાં આવ્યો છે. જેના જવાબ દરમિયાન બોર્ડનો સમય પુરો કરવામાં આવે તેવુ લાગી રહ્યું છે. જેના કારણે વિપક્ષને પ્રશ્ર્નોતરી કરવાનો મોકો નહીં મળે છતાં દર વખતે જનરલ બોર્ડની પ્રશ્ર્નોતરી દરમિયાન વિપક્ષ દ્વારા વચ્ચેથી તેઓએ નક્કી કરેલા પ્રશ્ર્નો પુછી બઘડાટી બોલાવવામાં આવતી હોય છે. તેવુ આ વખતે પણ બોર્ડમાં થાય તેવુ લાગી રહ્યું છે. છતાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબ સાથે લોકોને લેવાદેવા ન હોય તેવા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. લોકોની સમસ્યાઓના નિરાકરણ માટેના એક પણ પ્રશ્ર્નો શાસકપક્ષ દ્વારા બોર્ડમાં પુછવામાં આવતા નથી. જેના લીધે વિપક્ષ દર વખતે બોર્ડની કામગીરીમાં ખલેલ પહોંચાડી લોક પ્રતિનિધિ દથવાનો પ્રયાસ કરે છે. છતાં આગામી તા. 19ના રોજ મળનાર જનરલ બોર્ડમાં સાચી હકીકત જાણવા મળશે.
મનપાના જનરલ બોર્ડમાં એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે.
જેમાં રજૂ થયેલ દરખાસ્ત મુજબ રાજકોટ મહાનગરપાલિકાની હદ્દમા આખરી નગર રચના યોજના નં.9 રાજકોટના "સોશિયલ ઇન્ફ્રા. હેતુ"ના અનામત પ્લોટ નં.એસ.આઈ.5/પૈકીની જમીન રાજકોટ રાજપથ લિ." ને સી.એન.જી." બસ ડેપો બનાવવા માટે ફાળવવા અંગે શહેરના વોર્ડ નં.03માં એઈમ્સ હોસ્પિટલવાળા રોડ પર આવેલ સર્કલનું "ઈશ્વરીયા મહાદેવ સર્કલ" નામકરણ કરવા અંગે શહેરના વોર્ડ નં.05માં કુવાડવા રોડ પર ડી માર્ટ વાળા ચોકનું "બેચરભા પરમાર ચોક" નામકરણ કરવા અંગે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની જોગવાઈ હેઠળ નવી મુસદ્દારૂૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવા અંગે શહેરના વોર્ડ નં.15માં ચુનારાવાડ-5 લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.5માં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દુર કરવા અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાનમાં લેવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
પ્રશ્ર્નોતરીની યાદી
મંજુબેન કુંગશિયા 2
સોનલબેન સેલારા 1
નીતિનભાઈ રામાણી 1
કોમલબેન ભારાઈ 3
હિરેનભાઈ ખીમાણીયા 1
પરેશભાઈ આર. પીપળિયા 1
દિલીપભાઈ લુણાગરિયા 1
નરેન્દ્રભાઈ ડવ 2
જીતુભાઈ કાટોળિયા 2
રૂચીતાબેન સાકરિયા 1
ચેતનભાઈ સુરેજા 1
વર્ષાબેન રાણપરા 1
મગનભાઈ સોરઠિયા 1
નરેન્દ્રસિંહ વાઘેલા 1
વશરામભાઈ સાગઠિયા 3
રૂચીતાબેન જોશી 1