મ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલ
ઘંટેશ્ર્વર એસઆરપીની શાળાની બિલ્ડિંગ રીનોવેશનની ફાઇલનો સ્થળ પર જ નિર્ણય, સ્માર્ટ સીટી-અટલ સરોવર-કટારિયા ચોકડીએ ચાલતા કામોમાં ચાવી ટાઇટ કરી!
આજે ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પમાં આવેલ સૌરાષ્ટ્ર કચ્છ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાના બિલ્ડીંગ સમારકામ અંગેની ફાઈલમાં સ્થળ પર જ ઓન ધ સ્પોટ સહી કરી ફાઈલનો મ્યુનિસિપલ કમિશનર ફાઇલનો ‘નાયક’ ફિલ્મની સ્ટાઇલથી નિકાલ કર્યો હતો. અને બાળકો સાથે વાર્તાલાપ કરી બાળકોને આપવામાં આવતા ભોજન અંગે પૃચ્છા કરી: સ્કૂલના કોમ્પ્યુટર કલાસ અને સ્માર્ટ ક્લાસની મુલાકાત કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગઇકાલે સાંઢિયા પુલની ચાલુ કામગીરી, સ્માર્ટ સિટી વિસ્તારમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેક્ટ, અટલ સરોવર અને કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે કેબલ બ્રિજના સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પમાં આવેલ સૌરાષ્ટ્ર કચ્છ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાના બિલ્ડીંગ સમારકામ અંગેની ફાઈલમાં સ્થળ પર જ ઓન ધ સ્પોટ સહી કરી ફાઈલનો નિકાલ કર્યો હતો ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરી બાળકોને આપવામાં આવતા ભોજન અંગે પૃચ્છા કરી હતી અને સ્કૂલના કોમ્પ્યુટર કલાસ અને સ્માર્ટ ક્લાસની મુલાકાત પણ કરી હતી. કાલાવડ રોડ પર આવેલ કટારીયા ચોકડી ખાતે કેબલ બ્રિજ અંગે સ્થળ મુલાકાત કરી ટ્રાફિક અને સંભવિત સ્થળની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે વિઝિટ અંગે જણાવ્યું હતું કે, જામનગર રોડ પર નવો બની રહેલ સાંઢિયા પુલની કામગીરી પ્રગતિમાં જેમાં કુલ 20 પૈકી 10 પિલરના ફાઉન્ડેશનનું આર.સી.સી.કામ પૂર્ણ, કુલ-20 પૈકી 7 પિલરનું આર.સી.સી. કામ પૂર્ણ, બે પિયર કેપની કામગીરી પૂર્ણ, કુલ-120 પૈકી 40 ગડરનું આર.સી.સી. કામ પૂર્ણ થયેલ છે. બ્રિજની કામગીરી ઝડપી તેમજ સમયમર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી.
કાલાવડ રોડ પર ફ્લાય ઓવર બ્રિજ તથા બીજા 150 ફૂટ રિંગ રોડ પર અન્ડર પાસ બનાવવાનું આયોજન છે, જેમાં કાલાવડ રોડ ઉપરનો ઓવર બ્રિજ જલારામ કોર્ટથી શરૂૂ થઇ કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા પૂર્ણ થશે. જયારે નવા 150 ફૂટ રિંગ રોડ પરનો અન્ડર પાસ ઘંટેશ્વર તરફથી આવતા લક્ષ્મીના ઢોરાવાળા બ્રિજ પછી શરૂૂ કરી રંગોલી આવાસ યોજનાવાળા 18.00 મીટર (ગોંડલ રોડ તરફ) રોડે પૂર્ણ થશે.
આ કામે કાલાવડ રોડ પર આશરે 744 મીટર લંબાઈ તથા 23.10 મીટર પહોળાઈમાં (3 3 લેન) આર.સી.સી. બ્રિજ તેમજ કેબલ સ્ટેઈડ બ્રિજ (એક્સ્ટ્રા ડોઝ સ્પાન) 160 મીટર સર્વિસ રોડ અને ફૂટપાથ બનાવવામાં આવશે. બીજા 150 ફૂર રિંગ રોડ પર 459 મીટર લંબાઈ તથા બંને તરફે સર્વિસ રોડ તેમજ ફૂટપાથ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ બ્રિજ થવાથી આશરે 200000 લોકોને ફાયદો થશે અને ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરની શહેરની ફેરણીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જી. અતુલ રાવલ, પી.ડી. અઢીયા, કુંતેશ મેતા તેમજ સ્માર્ટ સિટીના સંબંધિત અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.