For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મ્યુનિ.કમિશનર સતત ફિલ્ડમાં, પેચવર્ક અને રોડ રીપેરિંગની કામગીરી નિહાળી

04:04 PM Jul 14, 2025 IST | Bhumika
મ્યુનિ કમિશનર સતત ફિલ્ડમાં  પેચવર્ક અને રોડ રીપેરિંગની કામગીરી નિહાળી

Advertisement

રાજકોટમાં વરસાદે વિરામ લેતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તૂટેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી. ઝુંબેશ દરમ્યાન શહેરના તમામ ઝોનમાં રોડ-રસ્તામાં પેચવર્ક અને રીપેરીંગ કામગીરી કરવામાં આવી રહી છે. આજ તા.14-07-2025ના રોજ મ્યુનિસિપલ કમિશનરએ તમામ ઝોન પૈકી વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં ચાલતી રોડ-રસ્તા રીપેરીંગની કામગીરીની રૂૂબરૂૂ સમીક્ષા કરી હતી. વેસ્ટની રોડ-રસ્તા રીપેરીંગ કામગીરી દરમ્યાન નાગરિકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદના વિરામ બાદ રોડ-રસ્તા રીપેરીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ કામગીરી ઝુંબેશમાં જોડાયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં રોડ રસ્તા રીપેરીંગની કામગીરી દરમ્યાન ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જી. સહિતના અધિકારીઓ-કમર્ચારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે.
મ્યુનિસિપલ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, વેસ્ટ ઝોનના સિટી ઈજનેર, નાયબ એન્જી., અને અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement