મ્યુ.કમિશનરનું ચેકિંગ, ટીપરવાન એજન્સીને 4000નો દંડ
શહેરીજનોની ફરિયાદોનું સમયસર નિરાકરણ ન આવતુ હોવાની ફરિયાદો ઉઠયા બાદ મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ લોકોના ફીડબેક માટેની એપ તૈયાર કરી છે. જેનો અભ્યાસ અને ફિડબેક ડાયરેક કમિશનર પાસે પહોંચી રહ્યા છે. જેમાં વોર્ડ નં.18માં ટીપરવાનના ધાંધીયા હોવાનો નેગેટીવ ફીડબેક આવતા કમિશનર આજે સ્થળ મુલાકાતો લઇ ફરિયાદ સાચી લાગતા ટીપરવાન કોન્ટ્રકાટરને રૂા.4000નો દંડ કરી આ વિસ્તારમાં ચાલતા વિવિધ પ્રોજેકટનો મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેનું સતત મોનીટરીંગ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચાલુ વિવિધ પ્રોજેક્ટની મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વિઝિટ કરી હતી. વિઝિટ દરમ્યાન પ્રોગ્રેસ રિપોર્ટ મેળવી સ્થળ પર જઈને રીયાલીટી રિપોર્ટ મેળવ્યો હતો. ઉપરાંત ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સતત ફીલ્ડમાં રહીને શહેરની સ્વચ્છતા, નિયમિત સફાઈ કામગીરી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને ન્યુસન્સ પોઈન્ટની સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરની ફેરણી દરમ્યાન સેન્ટ્રલ ઝોનમાં માધાપર રોડ, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલનગરમાં નવું બની રહેલ આરોગ્ય કેન્દ્ર, પોપટપરાનું નાલુ અને જ્યુબિલી ખાતેના અરવિંદભાઈ મણિયાર હોલની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જી. અતુલ રાવલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઈસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીએ વોર્ડ નંબર-18માં કોઠારીયા રોડ પર આવેલ વિસ્તાર સોરઠીયા વાડી સર્કલ તથા રોલેક્સ રોડ પર આવેલ રહેણાક વિસ્તાર વિરાણી રેસિડેન્સી, માઈલસ્ટોન એપાર્ટમેન્ટ અને સુરભી એપાર્ટમેન્ટ ખાતે ડોર ટુ ડોર ટિપર વાહન બાબતે વિઝિટ કરી હતી. ત્યાં રહેણાકવાસીઓના ફિડબેક લીધેલ છે તથા કામગીરી ચકાસેલ છે. કોલ સેન્ટર અંતર્ગત આવતી ફરિયાદોનું રીવ્યુ કર્યું તેમજ સફાઈ કામદારોની હાજરીની ચકાસણી કરી હતી. મુલાકાત દરમિયાન ટીપરવાનની અનિયમિતતા બાબતે એજન્સીના સુપરવાઈઝરની નબળી/ અસંતોષકારક કામગીરી જણાતા રૂૂ.4000/-ની પેનલ્ટી આપવામાં આવેલ હતી.