મુકેશ અંબાણીએ પુત્ર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા
ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશભાઈ અંબાણી તથા તેમના પુત્ર અનંતભાઇ અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર સેવા આપી રહ્યા છે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા.
શ્રી સોમનાથ મંદિરમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો. આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી હતી.
આ તકે મુકેશભાઈ અંબાણી અને અનંતભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવની શ્રી સોમનાથ મહાદેવની શ્રી સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજાનો સંકલ્પ લીધો હતો. તેમણે સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ તકે તેમણે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન દક્ષિણ ધ્રુવ દિશા સૂચક સ્તંભના દર્શન કરીને ભારતના ઐતિહાસિક અને ભૌતિક વારસાના પ્રતિ સમ્માન અને અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે એ શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ અર્પણ કરી મહાનુભાવો નું અભિવાદન કર્યું હતું.