ભડકાઉ ભાષણ કેસમાં ફરિયાદ રદ કરવા મુફ્તી સલમાન અઝહરી હાઈકોર્ટમાં
ભડકાઉ ભાષણ આપવાના મામલે મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ જૂનાગઢ, કચ્છ અને અરવવલ્લીમાં ત્રણ ઋઈંછ નોંધાઇ છે અને એ ફરિયાદ રદ કરાવવાની માંગ સાથે તેણે હાઇકોર્ટમાં ધા કરી હતી. જોકે તેના તરફથી એડવોકેટ લીવ પર હોવાથી કેસની સુનાવણી ટળી હતી. આ કેસની વધુ સુનાવણી 18મી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે. ફેબ્રુઆરીના પ્રારંભમાં ગુજરાતમાં પોલીસે મંગળવારે મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ બીજી FIR નોંધી હતી.
કચ્છ જિલ્લાના સામખિયાળીમાં ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. એ અગાઉ જૂનાગઢમાં નોંધાયેલા અપ્રિય ભાષણના એક અલગ કેસમાં અઝહરીની રવિવારે મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (અઝજ)ની એક ટીમ તેને અમદાવાદ લાવી હતી. આ પછી તેને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો.
કચ્છના સામખિયાળીમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અહીં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુફ્તી સલમાન અઝહરી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે પોલીસની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ભાષણ જૂનાગઢની ઘટના જેવું જ હતું. અઝહરી પર કચ્છ જિલ્લાની ઘટનાના સંબંધમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153ઇ (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505 (2) (જાહેર દુષ્કર્મ માટે અનુકૂળ નિવેદનો) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ એફઆઈઆર મુજબ, ધરપકડ કરાયેલા લોકોએ પોલીસ પાસેથી એમ કહીને મીટિંગ માટે પરવાનગી લીધી હતી કે અઝહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવશે. જોકે તેના બદલે તેણે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોવાનો આક્ષેપ છે.