પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે રવિવારથી સાંસદ ખેલ મહોત્સવ
11 પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાના લોકસભા વિસ્તારનો સાંસદ ખેલમહોત્સવ તા. 14-12-2025 ના રોજ ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. આ સાંસદ ખેલ મહોત્સવમાં તા. 14-12-2025 થી 25-12-2025 દરમિયાન તાલુકા કક્ષાએ, વિધાનસભા કક્ષાએ બાદ સાંસદ ફિનાલેનો સમાવેશ કરી સાંસદ ખેલ મહોત્સવ યોજાશે. જેમાં જુદી જુદી 3 (ત્રણ) વયજૂથમાં 8 (આઠ) જેટલી પ્રાદેશિક કક્ષાએ લોકપ્રિય રમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સાંસદ ખેલ મહોત્સવમાં પ્રથમ 14 થી 16 ડીસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ, અને 18 થી 20 ડીસેમ્બર દરમિયાન વિધાનસભા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. જેમાંથી વિજેતા ખેલાડીઓ અને ટીમો 20 થી 25 ડીસેમ્બર દરમિયાન યોજાનાર સાંસદ ફિનાલેમાં ભાગ લેશે. આ સાંસદ ખેલ મહોત્સવમાં જુદી જુદી ત્રણ વય જુથ માટે સ્પર્ધો યોજાશે જેમાં (1) 8 થી 17 વર્ષ (2) 17 થી 40 વર્ષ અને (3) 40 થી 100 વર્ષની ઉમરના ખેલાડીઓ ભાગ લેશે.પોરબંદર લોકસભામાંથી 35,000થી વધુ ખેલાડીઓ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ 2025માં ભાગ લેવા ઓનલાઈન નોંધણી કરાવેલ છે આ ઉપરાંત પોરબંદર લોકસભાના સાંસદના ઉમદા વિચારો મુજબ જે ખેલાડીઓ ઓનલાઈન નોંધણી કરાવી શક્યા ન હોય તેવા ખેલાડીઓને પણ આ ખેલ મહોત્સવમાંસ્પર્ધા સ્થળે નોંધણી કરાવી ભાગ લઇ શકશે જે સંપર્ક સુત્રોની યાદી જણાવે છે.