નિકાવા ગામે મીડિયા બ્યુરો ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ
11:25 AM May 21, 2025 IST | Bhumika
Advertisement
કાલાવડ તાલુકાના નીકાવા ગામે તિરંગા યાત્રાના કાર્યક્રમ દરમિયાન જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન કાલાવડ તાલુકાના ની બ્યુરો ઓફિસ રાજુભાઈ રામોલિયાના મીડિયા હાઉસની માન. સાંસદ પૂનમબેન માડમે શુભેરછા મુલાકાત લીધી હતી.આ તકે ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ , કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી,જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા,કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, કાલાવડ તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ વીરડીયા, અંબાલાલસિહ જાડેજા,નિકાવા ગામ ના પૂર્વ સરપંચ રાજુભાઈ મારવિયા , હીરપરા ક્ધયા છાત્રાલયના મંત્રી શ્રી જમનભાઈ તારપરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement