ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટને ઇન્ટરનેશનલ ફલાઇટ ફાળવવા કેન્દ્રીય મંત્રીને સાંસદ મોકરિયાની રજૂઆત

04:57 PM Dec 09, 2025 IST | Bhumika
Advertisement

દિલ્હી ખાતે સંસદના ચાલતા શિયાળુ સત્ર દરમ્યાન ભારત સરકારના નાગરિક ઉડડયન ખાતાના કેબીનેટ મંત્રી કીન્જરાપુ રામમોહન નાયડુને રૂૂબરૂૂ મળી રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રજૂઆત કરેલ હતી કે, રાજકોટને મળેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થયેલ ન હોઇ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાની સુવિધા માટે તુરતજ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ હતી. તેમજ તેઓએ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકમા વાઈફાઈની સુવિધાને લગત મુશ્કેલીઓ તથા એરપોર્ટમાં પીવાના પાણીની મુશ્કેલી તુરતજ દુર કરવા અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી રાજકોટનું અંતર લગભગ 35 કી.મિ. જેટલું દુર હોઇ તેમજ રાજકોટ-અમદાવાદ હાઈવે થી ત્રણ કી.મિ. જેટલું એરપોર્ટ અન્દરના ભાગે આવેલ હોઇ, હાઈવેથી એરપોર્ટના દરવાજા સુધી પહોચવા માટે એરપોર્ટ ઓથોરીટી નાં સ્ટાફ, CISFના જવાનો તથા વિમાન યાત્રીને તેડવા અને મુકવા આવનાર સગા સબંધીઓને અત્યંત મુશ્કેલી પડે છે.

Advertisement

અને પરિણામે સમયસર એરપોર્ટ પર પહોંચવું મુશ્કેલ બંને છે. જેથી હાઈવે થી એરપોર્ટના દરવાજા સુધી પહોચવા માટે સીટીબસ કે તેવી અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા શરુ કરવાની ખાસ જરૂૂર છે. તેવી બહાર પૂર્વક રજૂઆત કરેલ છે. આ રજૂઆત વખતે ભારત સરકારના રાજ્યકક્ષાના સ્કીલ ડેવલપ મેન્ટ (સ્વતંત્ર પ્રભાર) અને શિક્ષણ મંત્રી જયંત ચૌધરી, પણ હાજર રહેલ હતા અને તેમની સાથે પણ તેઓએ શુભેચ્છા મુલાકાંત કરેલ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement