For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

DSPએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકી

04:09 PM May 28, 2025 IST | Bhumika
dspએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકી

Advertisement

ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં એક આદિવાસી સગીરાના છેડછાડ થઈ હતી. આ કેસમાં ભોગ બનનાર પરિવારને મળવા ગયેલા સાંસદ મનસુખ વસાવાએ રાજપારડી પોલીસ અને ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદે જણાવ્યુ કે, રાજપારડીમાં 10થી વધુ છેડછાડની ઘટનાઓ સામે આવી હોવા છતાં, સ્થાનિક પોલીસ યોગ્ય કાર્યવાહી કરી નથી. તેમણે આરોપ મૂક્યો કે, ડીએસપી રાજપારડીના પીઆઈને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે તેમણે ડીએસપીને ફોન કર્યો ત્યારે ડીએસપીએ ફોન કાપી નાખ્યો, જેને લઈને સાંસદ ભારે ગુસ્સામાં આવી ગયા.

વસાવાએ કહ્યું કે, પોલીસને ક્યાં રેતીવાળા અને ધંધાવાળાઓ પાસેથી હપ્તો લેવો તેની તો જાણ હોય છે, તો છેડછાડ કરનાર શખ્સોની જાણ કેમ ન હોય? તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સરકારને આવાં અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી. સરકાર સામે પણ નિશાન સાધતાં કહ્યું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરનારી સરકાર આવાં અધિકારીઓનો કેમ બચાવ કરે છે? સાંસદે દાવો કર્યો કે આદિવાસી સમાજ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે અને સ્થાનિક આગેવાનો પણ ઘટનાઓના ત્રણ દિવસ પછી સુધી ભોગ બનનાર પરિવારને મળવા ગયા નથી, જે અત્યંત નિંદનીય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement