For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા

12:35 PM Jan 08, 2025 IST | Bhumika
જૂનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા

Advertisement

જૂનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ તરીકે ઓળખાતા મહંત બજરંગપુરી બાપુ દેવલોક પામ્યા છે. બજરંગપુરી બાપુ મોટા ભાગે મૌન ધારણ કરીને રહેતા એટલે મૌની બાપુ તરીકે જાણીતા હતા. 103 વર્ષની જૈફ વયે મૌની બાપુનો દેહવિલય થતાં સાધુ સંતો અને સેવકગણોમાં શોક છવાયો છે.

મૌની બાપુ ગિરનારમાં 40 વર્ષ રહ્યા હતા. તેના બાદ તેઓ જૂનાગઢ ભેંસાણ રોડ પર ડેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમમાં સ્થાયી થયા હતા.છેલ્લા 30 વર્ષથી તેઓ માત્ર એક લોટા પાણીથી દિવસ પસાર કરતાં હતા. સમગ્ર દિવસ દરમિયાન ભગવાનને લગાવેલા ભોગમાંથી ચોથો ભાગ જ પ્રસાદ તરીકે લેતાં હતા. દિવસે પણ જ્યાં અંધારૂૂ હોય તેવી કુટીરમાં રહીને સાધના કરતા હતા.ગયા અઠવાડિયે તેમની નાદુરસ્ત તબિયતને લઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદમાં સ્વસ્થ થતાં ફરી તેમના આશ્રમ આવી ગયા હતા. આજે 103 વર્ષની જૈફ વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ભક્તોમાં દુખની લાગણી છવાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement