ટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાન
શહેર કોંગ્રેસે મ્યુની. કમિશનરને એક આવેદનપત્ર આપી જણાવેલ છે કે રાજકોટ શહેર મેગા સીટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. વાહનોની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો છે. શહેર શૈક્ષણિક હબ બની ગયું છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાં હાલ 26 જેટલા ટ્રાફિક સિગ્નલો છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી વચ્ચે યોગ્ય સંકલનના અભાવે ટ્રાફિક સિગ્નલો સવારે 07:00 વાગ્યાની આસપાસ પણ શરૂૂ થઈ જાય છે જે રાત્રે 11 વાગ્યાની આસપાસ સુધી ચાલુ રહે છે તેવી શહેરીજનો માંથી ફરિયાદો ઉઠી છે.
આ અંગે કોંગ્રેસ કાર્યાલયમાંથી રાજકોટ મહાનગરપાલિકાના ટ્રાફિક સિગ્નલ ચાલુ બંધ કરતા જવાબદાર રવિભાઈ પરમાર (મો :- 94503 52857) સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મને સવારે સાત વાગે ટ્રાફિક સિગ્નલ શરૂૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે પગલે અમારી રજૂઆત છે કે વહેલી સવારે ટ્રાફિક નહીવત હોવાને પગલે ટ્રાફિક સિગ્નલો શરૂૂ કરવાની આવશ્યકતા નથી.
આ ઉપરાંત જાણમાં આવેલ છે કે તારીખ 18/6 રાજકોટ શહેરમાં ઢેબર રોડ પર નાગરિક બેંક ચોકમાં બપોરના ત્રણ કલાકે સિગ્નલો ચાલુ હતા. નાગરિક બેંકના આ ટ્રાફિક પોઇન્ટ પર કોઈ પોલીસ કર્મચારીઓ હાજર નહોતા ત્યારે આ ટ્રાફિક સિગ્નલમાં વરસાદને કારણે કે અન્ય મેઇન્ટેનન્સના અભાવે ખામી સર્જાઈ હતી ભક્તિનગર સર્કલ ધારેશ્વર મંદિરથી મક્કમ ચોક તરફ જતા વાહનો માટે ગ્રીન લાઈટ શરૂૂ થઈ જ ન હતી એટલે કે લાલ લાઇટ સતત ચાલુ રહી હતી જેના પગલે શહેરીજનોને લાગે કે સાઇડ બંધ છે. આ અંગે કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ મહાનગરપાલિકાના ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ ના ઇજનેર સમીરભાઈ ધડુક અને ટ્રાફિક પોલીસ કંટ્રોલરૂૂમમાં જાણ કર્યા બાદ બે થી ત્રણ કલાક પછી મેઇન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થઈ હતી.
વરસાદને કારણે કે અન્ય કોઈ ખામી થતી હોવાને પગલે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. જે પગલે સાઇડ બંધ હોય એટલે કે ખામીયુક્ત લાલ લાઇટ હોય ત્યારે ફરજિયાત વાહન હંકારવું પડે તો આઇવે પ્રોજેકટ હેઠળ વાહન ચાલકો બિનજરૂૂરી તંત્રની ભૂલ ના કારણે પણ દંડાઈ શકે છે. જેથી અમારી માંગ છે કે દરેક ટ્રાફિક સિગ્નલો જ્યારે ટ્રાફિક વોર્ડન કે પોલીસ કર્મચારી જે તે ટ્રાફિક સિગ્નલો પર ફરજમાં હોય ત્યારે જ ટ્રાફિક સિગ્નલો શરૂૂ હોવા જોઈએ અન્યથા બંધ રાખવા જોઈએ. અને ટ્રાફિક સિગ્નલો સમયસર શરૂૂ ન થાય કે સમયસર બંધ ન થાય તો પણ જવાબદારો સામે સીસી ફૂટેજના આધારે પેનલ્ટી થવી જોઈએ. ટ્રાફિક સિગ્નલો પાછળ -રાજકોટ શહેરમાં લાખોનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ ટ્રાફિક મેંટેનન્સની કામગીરીમાં લાલિયાવાળી ચાલી રહી છે.