ધોરાજીમાં મગરની પીઠ સમાન રોડ-રસ્તાથી વાહનચાલકો પરેશાન
ધોરાજી શહેરમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી હાલત થવા પામી છે ધોરાજી શહેરને વહીવટી તંત્ર સદતું નથી કે કોઈ અભિશાપ હોય તે પ્રમાણે પોરાજીના નગરજનો જાવ પરેશાની અને હાલાકી ભોગવવા શહેરમાં રહેતા હોય તેવું જણાઈ રહ્યું છે. ધોરાજી શહેરના રોડ રસ્તાની હાલલત ખૂબ જ કફોડી બની છે. ધોરાજીમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો અન્ય ગામો અને શહેરને જોડતા રસ્તાઓ ની ભારે દુર્દશા છે પોરાજીના ઉપલેટા રોડ જમનાવડ રોડ જામકંડોરણા રોડ કે પછી જેતપુર રોડ જુનાગઢ રોડ આ તમામ મુખ્ય માર્ગો ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ગયા છે રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તો એ શોધવું મુશ્કેલ થઈ પડયું છે જેને લઈ પોરાજમાં અને ને પૌરાજીના લોકોને તંત્ર પરત્વે ભારે આક્રોશ થવા આવ્યો છે પોરાજી કોંગ્રેશના મહામંત્રી ચિરાગભાઈ વોરા સામાજિક આગેવાનો સલીમ મુગલ, શાહિદભાઈ ઘાંચી અને મુકેશાભાઈ સહિતના અગ્રણીઓએ મીડિયા સમક્ષ જણાવેલ કે તો રાજ્ય શહેરને હવે લોકો ખાડા ની નગરી તરીકે સંબોધી રહ્યા છે.
ત્યારે વહીવટી તંત્ર એ હવે શરમ અનુભવી જોઈએ છાસવારે રોડ રસ્તા ને લીધે નાના મોટા અકસ્માતો સર્જાય છે. વાહન ચાલકોને ખરાબ રસ્તાના કારણે તેમના વાહનોમાં ખરાબીઓ આવી રહી છે, પગપાળા ચાલીને જતા બાળકો મહિલાઓ કે વૃદ્ધોએ પણ અકસ્માતના ભયથી રસ્તા પર ચાલવું પડી રહ્યું છે પોરાજીમાં વરસાદ પડયા પછી રોડ રસ્તાની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે અનેક વખત રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ નીભર તંત્રને જાણે કરશો ફરક પડતો નથી આ ઉપરાંત લોકોએ આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં શહેરમાં આઠ લાખના ખર્ચે મોરમ પાથરવામાં આવી હતી એ મોરમ તો જાલે શહેરના રસ્તાઓ પરથી કયાં તસવીર વિમલ ગાયબ થઈ ગઈ એ ખબર પડતી નથી અને શહેરના રસ્તાઓ પર વાહન ચાલતા હોય ત્યારે ડાન્સિંગ રસ્તાઓ હોય તેવું લાગી રહ્યું છે. પોરાજીમાં રોડ રસ્તાની હાલત હોય કે ગંદકી અને કચરાની પરિસ્થિતિ હોય ડહોળા પાણીના વિતરણની પરિસ્થિતિ હોય કે પાછી સ્ટ્રીટ લાઈટોના પ્રશ્નો હોય શહેરમાં રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ આ એવું લાગી રહ્યું છે.
તમામ મોરચે નગરપાલિકા તંત્ર કામગીરીમાં નિષ્ફળ નીવડયું છે. પોરાજીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ શહેરના અને લોકોના કશું સમૃ સુતરું કરવા તૈયાર ના હોય તેવું લાગી રહ્યું છે અને લોકો પણ હવે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધઓ સામે આક્રોશ વ્યકત કરી રહ્યા છે