ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં એક માસ પહેલાં ચોરાયેલ મોટર સાઇકલનો ભેદ ઉકેલાયો

01:20 PM Nov 13, 2025 IST | admin
Advertisement

પોલીસે ચોરી કરનાર આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

Advertisement

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા જામખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિશ્મય માનસેતા સૂચના તથા માગર્દર્શન મુજબ સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, બી.જે.સરવૈયાની સુચના મુજબ સલાયા મરીન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ સલાયા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કામગીરીમાં રોકાયેલ હતા.

જે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. ઓમદેવસિંહ ભીખુભા જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કરણકુમાર દેવસીભાઇ સોંદરવાને ખાનગી બાતમીદારોથી સંયુક્ત રીતે બાતમી મળેલ કે આ કામનો આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો હુશેનભાઇ ઉમરભાઇ સંઘાર, જાતે-મુસ્લીમ વાઘેર, ઉ.વ.19, ધંધો.માછીમારી રહે.સલાયા, એક હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનુ સ્પેલન્ડર પ્લસ લઇ નિકળતા તેની પાસેથી સદરહું મો.સા.ના રજીસ્ટ્રેશન કાગળો નહિં હોવાનું જણાવતા અને ઇસમ આ મો.સા. કયાંકથી ચોરીથી લઇ આવવાનું જણાતા આ બાબતે મો.સા.ના ચેસીસ નંબર 04ઊ16ઈ12418 પોકેટ કોપમાં સર્ચ કરતા આ મો.સા.ના માલીક તરીકે આંબલીયા લક્ષ્મણભાઇ ભીમાભાઇ તથા મો.સા.ના રજી.નંબર- ૠઉં-10-અઅ-1999 મો.સા.ના ચેસીસ નંબર જામનગરનું હોવાનું જણાયેલ. જેથી સદરહું ઇસમને યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા પોતે આજથી એકાદ માસ પહેલા જામનગર ગયેલ હોય અને ત્યાંથી પરત આવતી વખતે રાત્રીના આશરે નવેક વાગ્યાના આસપાસ સમર્પણ સર્કલ પાસે આ મોટર સાયકલ ચોરી કરેલ હોવાનું જણાવતા આ બાબતે ત્યાં બી.એન.એસ. કલમ 303(2) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી ઇસમને ધોરણસર અટક કરી મો.સા. કબ્જે લઇ કાયદેરસની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement